ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ સતત વધતા જઈ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના અત્યાર સુધી સૌથી વધારે 97894 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત 1132 લોકોના મૃત્યુ થયા છે. તેની સાથે જ ભારતમાં અત્યાર સુધીની સંખ્યા 51 લાખને પાર પહોંચી ચૂકી છે, જ્યારે મૃત્યુ પામનારાઓની સંખ્યા 83198 છે. મુશ્કેલીમાં મુકે તેવી વાત એ છે કે ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૧૦ લાખને પાર જઈ ચૂકી છે. જો કે સાજા થઈને હોસ્પિટલથી ઘરે જવા વાળા દર્દીઓની સંખ્યા પણ 40 લાખથી વધારે થઈ ગઈ છે.
રાજ્યોની વાત કરીએ તો સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે, જ્યાં એક દિવસમાં 23365 નવા કેસ આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કોરોના ના કુલ કેસ 11 લાખને પાર પહોંચી ગયા છે. એટલું જ નહીં જ્યાં દેશમાં અત્યાર સુધી કોરોનાથી 83 હજારથી વધારે જીવ ગયા છે. એવામાં એકલા મહારાષ્ટ્રમાં જ ૩૦ હજારથી વધારે મૃત્યુ થઈ ચૂક્યા છે. એટલે કે દેશમાં થયેલા કુલ ૩૭ ટકા મોત મહારાષ્ટ્રમાંથી થયા છે.
સંક્રમિત રાજ્યોમાં બીજા નંબરે આંધ્ર પ્રદેશ છે, જ્યાં એક દિવસમાં 8835 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ રાજ્યમાં હવે પીડિતોનો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. બીજા નંબર ઉપર પાંચ લાખ હજારથી વધારે કેસો સાથે તમિલનાડુ આવી ગયું છે. ત્યારબાદ તથા નંબર પર કર્ણાટકમાં 484000 કેસ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en