મધ્યપ્રદેશના સિવની જિલ્લાના ઘનસોર વિસ્તારમાં એક નશામાં દારૂ પીધેલી વ્યકિતને ટ્રકએ કચડી નાખ્યો હતો અને તે વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. વિડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, જેમાં ટ્રક યુવકની ઉપરથી પસાર થતો જોવા મળી રહ્યો છે. પોલીસ સીસીટીવી સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ટ્રક ચાલકની શોધ કરી રહી છે.
આ ચોંકાવનારી ઘટના ઘનસોર પોલીસ સ્ટેશનના માંડલા તિરહેની પાસે બની છે. જ્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે કે, એક યુવક શરાબના નશામાં ધુત થઈને ટ્રક આગળ પડી જાય છે. ત્યારે ટ્રક ચાલક અચાનક જ તે વ્યક્તિ પર પોતાનો ટ્રક ચડાવી દે છે અને તે ત્યાંથી નીકળી જાય છે. જયારે પેલા શખ્સનું ઘટના સ્થળે જ મોત નીપજે છે.
આ ઘટનાની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ ટ્રકચાલકની શોધમાં લાગી ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.