મહિલાનું માથું કચડી પસાર થઇ ગયો ટ્રક – વિચલિત કરશે મોતનો આ LIVE વિડીયો

મહિસાગર(ગુજરાત): અકસ્માતની વિચલીત ઘટના મહિસાગર જિલ્લાના લુણાવાડામાં જોવા મળી છે. એક્ટિવા ચાલક મહિલાને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતા મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એક મહિલા લુણાવાડાની લુનેશ્વર ચોકડી નજીકથી અંદરના રોડ પરથી મેઈન રોડ પર એક્ટિવા લઈ આવી રહી હતી. તે દરમિયાન અચાનક એક્ટિવા સ્લીપ ખાઈ જતા મહિલા રોડ પર પડી ગઈ હતી. તે સમયે પાછળથી આવી રહેલ ટ્રકનું ટાયર મહિલા પરથી પસાર થઈ જતા મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત સર્જાતા જ લોકો ભેગા થયા હતા અને ટ્રક ડ્રાઈવરને પકડીને પોલીસને જાણ કરી હતી. ટ્રક ચાલકની પોલીસે ધડપકડ કરી સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મહિલા અંદરના રોડ પરથી મેઈન રોડ પર વળાંક લેતી વખતે અચાનક એક્ટીવા સાથે સ્લીપ ખાઈ હતી. આજ સમયે પાછળથી આવેલ ટ્રકનું ટાયર તેમના પરથી ફરી વળ્યું હતું. અકસ્માત બાદ ટ્રકમાં રહેલ ક્લીનર ટ્રક છોડી ભાગી જાય છે, પરંતુ ટ્રક ડ્રાઈવર પકડાય જાય છે. ટ્રક ડ્રાઈવર તરત ટ્રક પાછળ લે છે પરંતુ મહિલાના બે મિનીટ માટે ઘાયલ અવસ્થામાં રહે છે, અને ત્યારબાદ તેનું મોત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *