ટ્વિટરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું એકાઉન્ટ ફરી શરુ કર્યું છે. રાહુલ ગાંધીએ દિલ્હીની નવ વર્ષની બળાત્કાર પીડિતાના સંબંધીઓની તસવીર પોસ્ટ કર્યા બાદ ટ્વિટરે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને લોક કરી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, અન્ય કોંગ્રેસી નેતાઓ કે જેમના ટ્વિટર એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા હતા તેને ફરી શરુ કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના એક કાર્યકરે કહ્યું કે, રાહુલ ગાંધી સાથે પાર્ટીના કેટલાક અન્ય નેતાઓએ પણ આ તસવીર શેર કરી છે. ટ્વિટર દ્વારા આ નેતાઓના ટ્વિટર હેન્ડલ્સને પણ લોક કરી દેવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ નેતાઓના ટ્વિટર એકાઉન્ટને અનલોક કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય નેતાઓના ટ્વિટર એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસે પણ ટ્વિટર પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલને અસ્થાયી રૂપે સસ્પેન્ડ અને પછી લોક કરવાની માહિતી આપી હતી.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર હેન્ડલ અનલોક થયાના એક દિવસ પહેલા જ વિડીયો સ્ટેટમેન્ટ જાહેર કરીને ટ્વિટર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, એક કંપની તરીકે ટ્વિટર દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે, જે લોકશાહી માળખા પર હુમલો છે. ટ્વિટરને તેમણે કહ્યું હતું કે આ માત્ર મારો અવાજ બંધ કરવાની બાબત નથી, તે કરોડો લોકોને શાંત કરવાની બાબત છે.
રાહુલ ગાંધી કહ્યું છે કે, ટ્વિટરનું આ પગલું દર્શાવે છે કે તે તટસ્થ પ્લેટફોર્મ નથી. ટ્વિટરને પક્ષપાતી પ્લેટફોર્મ તરીકે વર્ણવતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તે વર્તમાન સરકાર જે કહે છે તે સાંભળે છે. પીડિતાની માતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ બળાત્કારનો ભોગ બનેલી બાળકીના પરિવારના સભ્યો સાથે ટ્વિટ કરેલા હંગામો પર તેને કોઈ વાંધો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.