ભગવાન ગણેશની પૂજામાં તુલસીના ઉપયોગને માનવામાં આવે છે અશુભ, જાણો કારણ

જયારે કોઇપણ વ્યકિત શુભ કાર્ય કરે છે ત્યારે બધા દેવી-દેવતાઓથી પહેલા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે. ભગવાન ગણેશની સર્વપ્રથમ પૂજા કરવાથી દરેક કાર્ય સંપન્ન…

જયારે કોઇપણ વ્યકિત શુભ કાર્ય કરે છે ત્યારે બધા દેવી-દેવતાઓથી પહેલા ભગવાન ગણેશની પૂજા અર્ચના કરે છે. ભગવાન ગણેશની સર્વપ્રથમ પૂજા કરવાથી દરેક કાર્ય સંપન્ન થાય છે .ભગવાન ગણેશજીને વિધ્નહર્તા પણ કહેવામાં આવ્યા છે.જેમની ઉપર તેમની કૃપા બની રહે છે તે લોકોના જીવનમાં કોઈ દિવસ પણ  સંકટ નથી આવતો.

ભગવાન ગણેશ તેના ભક્તોની દરેક મુસીબત માં રક્ષા કરે છે. તે ઉપરાંત તુલસી ના છોડ નું પણ ઘણું બધું મહત્વ માનવામાં આવ્યું છે. પૂજાપાઠમાં તુલસી ના પત્તા નો ઉપયોગ કરવામાં આવે છે.ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાનને અશુભ ગણવામાં આવે છે.એવા ઘણા દેવી-દેવતાઓ છે કે જેમની પૂજામાં તુલસી નો ઉપયોગ થાય છે. કોઈ દિવસ તમે એ વાતનો વિચાર કર્યો છે કે તુલસી આટલી પૂજનીય હોવા છતાં ગણપતિની પૂજા માં તેમનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો.

એક પૌરાણિક કથા અનુસાર એક દિવસ તુલસી ગંગાકિનારે ટહલતી હતી.ગંગા કિનારે ભગવાન ગણેશ તપસ્યામાં લીન હતા.ભગવાન ગણેશ પોતાના પૂરા શરીર પર ચંદનનો લેપ લગાવ્યો હતો. જ્યારે તુલસીએ ભગવાન ગણેશજી સામે જોયું તો તે તેમની તરફ આકર્ષિત થઈ અને તેમણે ભગવાન ગણેશને પોતાનો પતિ બનાવવાનો નિર્ણય લઇ લીધો.

ભગવાન ગણેશ તપસ્યામાં લીન હતા જેના લીધે તુલસી પોતાની વાત તેમને ના બોલી શકી. ત્યારે તુલસી એ પોતાની વાત ગણેશજીને બતાવવા માટે તેમની તપસ્યા ભંગ કરી હતી. ત્યારે ભગવાન ગણેશજીની ધ્યાન ભંગ થયું ત્યારબાદ તુલસીએ ભગવાન ગણેશજીને પોતાની દરેક વાત જણાવી દીધી.પરંતુ ભગવાન ગણેશાજી એ તુલસીની વાત સાંભળી ને શાંતિપૂર્વક તેમના પ્રસ્તાવને સ્વીકાર કરવાની ના પાડી દીધી.

ભગવાન ગણેશજી પ્રસ્તાવને ના પાડી અને કહ્યું કે તે એવી સ્ત્રી સાથે લગ્ન કરશે જેના ગુણ તેમની માતા પાર્વતી જેવા હોય છે.દેવી તુલસીને ગણેશજીની આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેમણે ગણેશજી ને શ્રાપ આપ્યો કે તમારું લગ્ન તમારી ઇચ્છા વિરુદ્ધ થશો અને એ પણ કહ્યું કે તમારે એક નહીં પણ બે લગ્ન થશે,જયારે તુલસીની આ વાત સાંભળીને ભગવાન ગણેશજી પણ ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે પણ શ્રાપ આપ્યો કે તારું લગ્ન પણ કોઇ રાક્ષસ સાથે થશે. જ્યારે ભગવાન ગણેશ આ શ્રાપ તુલસીને આપ્યો ત્યારે તુલસીને પોતાની ભૂલ સમજાઇ.

તુલસીએ ગણેશની માફી માગી અને ભગવાન ગણેશનો ગુસ્સો શાંત થઈ ગયો.ત્યારે તેમણે કહ્યું કે તારું લગ્ન શંખચૂડ નામના રાક્ષસ સાથે થશે અને તે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રહીશ. કળિયુગ ની અંદર તું જીવન અને મોક્ષ આપવાવાળી રહેશે. પરંતુ ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.એટલા માટે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *