સરકારનો યુ ટર્ન? ગણેશ મહોત્સવને લઈને રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય- જાણો જલ્દી…

ગુજરાત રાજ્યમાં કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારે લીલીઝંડી આપી દીધી છે. સાથે સાથે કોરોનાના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેવું પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. કોરોનાના નિયમોનું ઉલ્લઘન કરવામાં આવશે તો આગામી સમયમાં ફરીથી કોરોનાનો રાફડો ફાટી નીકળશે.

ત્યારે રાજ્યમાં રૂપાણી સરકારે ગણેશ મહોત્સવને લઈને DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. લોકડાઉન બાદ હવે કોરોનાનાન કેસો જેમ જેમ ઘટી રહ્યા છે તેમ ધીમે ધીમે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો અન મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાના નિર્ણય મુજબ ગુજરાતમાં DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે. ગણપતી મહોત્સવમાં ડીજે, ગાયક કલાકારો અને સ્ટેજ પ્રોગ્રામ માટે છૂટ આપી દેવામાં આવી છે.

આજે ગુજરાતમાં વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં અગત્યની ચર્ચાઑ કરવામાં આવી હતી. હવે કોરોનાના કેસ ગુજરાતમાં ઘટી રહ્યા છે જેને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કોરોના લોકડાઉન દરમિયાન તમામ વ્યવસાયોને ખુબ જ મોટો ઝટકો લાગ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ થાય તેવી વ્યવસ્થા શરુ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ધીમે ધીમે ઘટી રહ્યા છે કોરોના વાયરસના કેસો:
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની બીજી લહેર વખતે રાજ્યમાં વિવિધ પ્રકારનાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. જોકે કોરોના વાયરસનાં કેસ ઓગસ્ટ મહિનાથી જ ધીમે ધીમે કંટ્રોલમાં આવી જતાં કોરોના વાયરસનાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં રાત્રિનાં 11 વાગ્યાથી નાઈટ કર્ફ્યૂનો નિયમ લાગુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *