ભાજપના આ દિગ્ગજ નેતાએ રાજકારણને કહ્યું અલવિદા, લાંબા સમયથી હતા પાર્ટીથી નારાજ

Published on: 6:47 pm, Sat, 31 July 21

મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાએ રાજકારણને અલવિદા કહી દીધું છે. સાથે સ્તાહે તે છેલ્લા ઘણા સમયથી પોતાની પાર્ટીમાં નારાજ હતા. બંગાળના આસનસોલથી ભાજપના ધારાસભ્ય બાબુલ સુપ્રિયોએ શનિવારે એટલે કે આજે જાહેરાત કરી છે કે તેઓ રાજકારણને અલવિદા કહી રહ્યા છે. તાજેતરમાં તેમને મોદી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હાંકી કાવામાં આવ્યા હતા. જોકે તે તેને અન્ય કોઇ પક્ષ સાથે નથી જોડાઈ રહ્યા. તેણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તે એક જ ટીમમાં રમનાર ખેલાડી છે, મેં માત્ર એક જ ટીમને ટેકો આપ્યો છે.

the veteran bjp leader said goodbye to politics trishulnews - Trishul News Gujarati Breaking News

તેમણે ફેસબુક પર એક પોસ્ટ લખીને રાજકારણ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેની શરૂઆતમાં તેમણે લખ્યું, ‘હું વિદાય લઈ રહ્યો છું … વિદાય.’ પોસ્ટ બંગાળી ભાષામાં લખવામાં આવી છે. સાથે સ્વર્ગસ્થ પ્લેબેક ગાયક હેમંત મુખર્જીના એક ગીતની યુટ્યુબ લિંક પણ તેમણે શેર કરી છે.

સાથે તેમણે લખ્યું છે કે, ‘દરેકને સાંભળ્યું – પિતા, માતા, પત્ની, પુત્રી, બે પ્રિય મિત્રો બધાનું સાંભળ્યા પછી, હું કહું છું કે હું અન્ય કોઈ પાર્ટીમાં જવાનો નથી. TMC, Congress કે CPIM એક પણ પાર્ટીમાં જોડાવવાનો નથી. હું એક ટીમ ખેલાડી છું! મેં હમેંશા એક જ ટીમને સમર્થન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં માત્ર ભાજપને ટેકો આપ્યો. બસ, હું જાઉં છું … જો તમારે સામાજિક કાર્ય કરવું હોય તો તમે રાજકારણમાં આવ્યા વગર કરી શકો છો.

સાથે જ બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે, લોકોની સેવા કરવા માટે રાજકારણમાં રહીને સેવા કરવી જરૂરી નથી રાજકરણમાંથી બહાર રહીને પણ સેવા કરી શકીએ. સાથે તેઓએ કહ્યું છે કે તે હમેંશા ભાજપનો હિસ્સો રહેશે. છેલ્લા ઘણા સમયથી બાબુલ સુપ્રીયોની ચૂપકીદી અને ભાજપમાં ઘટતા કદ સામે સવાલો ઉદભવી રહ્યા હતા. સાથે સાથે એવી અટકળો પણ ચાલી રહી હતી કે બાબુલ સુપ્રીયો કોઈ મોટુ પગલું ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.