આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેર માંથી સામે આવી છે. અમદાવાદના છેવાડે આવેલા વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા એક યુવકને ઉર્મિલ પટેલ અને ગૌતમ નામના વ્યક્તિ છેલ્લાં બે વર્ષથી માર મારતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ત્યારે ફરી એક વાર રામનવમીના દિવસે રેલી બાબતે ખોટી રીતે માથાકૂટ કરીને યુવકને માર માર્યો હતો.
ત્યારે અંતે આ માર અને ત્રાસથી કંટાળીને યુવકે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં યુવક બોલ્યો હતો કે, ‘આપ સૌને મારા છેલ્લા જય શ્રીરામ’ અને આપવીતી જણાવી હતી, ત્યારબાદ હી મચ્છર મારવાની દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. પોલીસે યુવકની ફરિયાદના આધારે ત્રણ શખસો સામે ગુનો નોંધયો છે અને આગળની તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના છેવાડે આવેલા વિવેકાનંદનગરમાં આ યુવક પરિવાર સાથે રહે છે. મળેલી માહિતી અનુસાર 1 એપ્રિલે તે વિવેકાનંદનગર પાસે આવેલા એક ગેરેજ પર ઊભો હતો અને ત્યારે ઉર્મિલ પટેલ ત્યાં આવ્યો અને રામનવમીની રેલી બાબતે ખોટી ટિપ્પણી કરી છે એમ કહીને ગાળાગાળી કરી હતી. ઉર્મિલ પટેલએ ગાળો આપી અને તારા ટાંટિયા ભાગી નાખીશ તેવી ધમકી આપી અને ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો.
‘આપ સૌને મારા જય શ્રીરામ’ કહીને અમદાવાદના યુવકે કંટાળી ઝેરી દવા પીધી- જુઓ LIVE વિડીયો pic.twitter.com/XymEETfTf6
— Trishul News (@TrishulNews) April 5, 2023
ત્યારબાદ બે દિવસ પછી ઉર્મિલ પટેલ, શેખર મિશ્રા અને ગૌતમ પરિયલ યુવક પાસે આવ્યા અને ત્યાં આવીને તેણે જણાવ્યું હતું કે, તે જે રામનવમીની રેલી બાબતે ટિપ્પણી કરી હતી તે માટે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને લઈને અમે આવીશું અને તારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરીશું. શેખર અને ગૌતમએ ધમકી આપી હતી કે, તું ઉર્મિલ વિરુદ્ધ કરેલી ફરિયાદ પાછી લઈલે અને ઉર્મિલની માફી માગી લે નહીં તો અમે તને જાનથી મારી નાખીશું.
આ શખસોએ કહ્યું હતું કે, વિવેકાનંદનગર અમારું છે તેમ કહી અને પીઠના ભાગે યુવકને માર મારવા લાગ્યા હતા. આ ઘટના સર્જાય ત્યારે યુવક સાથે અન્ય એક મિત્ર પણ હતો, જેથી તેણે તેને સમજાવ્યું અને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ શેખરે ફરીથી ફોન કરીને ધમકી આપી હતી. આવીજ રીતે છેલ્લા કેટલાક સમયથી હેરાન પરેશાન કરતા હોવાથી યુવકે કંટાળીને એક વીડિયો બનાવ્યો હતો અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
યુવકે આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઉર્મિલ પટેલ મને છેલ્લાં બે વર્ષથી હેરાન કરે છે અને મને જાહેરમાં માર મારે છે, સાથે સાથે મને મારી નાખવાની ધમકી પણ આપે છે. 2 દિવસ પહેલાં રામનવમીની રેલી અંગે ટિપ્પણી કરી હોવાનું કહીને મારી સાથે બોલાચાલી કરી હતી. વઘુમાં યુવક બોલ્યો હતો કે, તમે હિન્દુત્વને બચાવી રાખજો અને આપ સૌને મારા છેલ્લા જય શ્રીરામ. ત્યારબાદ યુવકે મચ્છર મારવાની દવા પી લીધી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.