દીકરીના લગ્નમાં પિતાએ આખા જીવનની પૂંજી લૂંટાવી, છતાં લાલચુ સાસરિયાને સંતોષ ન થયો -છવટે દીકરીએ અંતિમ નોટ લખી આપી દીધો જીવ

સમગ્ર દેશમાં આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના ઉત્તર પ્રદેશમાં આવેલા મુઝફ્ફરનગર માંથી સામે અવી છે. મુઝફ્ફરનગરમાં…

સમગ્ર દેશમાં આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના ઉત્તર પ્રદેશમાં આવેલા મુઝફ્ફરનગર માંથી સામે અવી છે. મુઝફ્ફરનગરમાં એક પરિણીત મહિલાએ ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે.

આ કેસમાં રાજસ્થાનથી આવેલા મૃતકના સંબંધીઓએ દહેજના કારણે મોતનો આરોપ તેના પતિ સહિત ત્રણ લોકો પર લગાવ્યો છે. પરિણીત મહિલાની એક સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં તેણે તેના પતિ સામે પગલાં ન લેવાનું લખ્યું છે. ભરતપુર રાજસ્થાનના રહેવાસી નરેન્દ્ર જૈને જણાવ્યું કે, તેમની પુત્રી ચારુ જૈનના લગ્ન થોડા વર્ષો પહેલા મુઝફ્ફરનગરના સુરેન્દ્ર નગર નાઈ મંડીમાં રહેતા જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ સાથે થયા હતા.

તેણે જણાવ્યું કે તેણે લગ્નમાં દહેજ તરીકે 20 લાખ રૂપિયા આપ્યા હતા. તેમ છતાં પતિ અને સાસરિયાઓ તેની પુત્રીને વધારાના દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હતા. આરોપ છે કે થોડા દિવસ પહેલા દીકરી પર મારપીટ કરવામાં આવી હતી.

કેસ નોધાવતી વખતે તેણે કહ્યું કે તેમને માહિતી મળી છે કે તેમની પુત્રીએ આપઘાત કરી લીધી છે. આના પર તેણે ચારુ જૈનના સાસરિયાઓને તેની લાશને મોર્ચરીમાં મોકલવાની મનાઈ કરી હતી. તેમ છતાં, તેઓએ મૃતદેહને મોર્ચરીમાં મોકલ્યો અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

નરેન્દ્ર જૈનનો આરોપ છે કે પોલીસ જે સુસાઈડ નોટ ચારુ જૈનની હોવાની કહી રહ્યા છે તે લખાણ ચારુ જૈનનો છે જ નઈ. નવી મંડી કોતવાલીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર વિજેન્દ્ર રાવત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *