ચોરીની આ તે કેવી સજા: LEDની ચોરી કરતા બે યુવકોને ગ્રામીણોએ વીજ પોલ સાથે બાંધી માર્યો ઢોરમાર- વિડીયો થયો વાઈરલ

હાલ અવારનવાર મારપીટના વિડીયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના ભરતપુરના જુરહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવકો સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક લોકોએ યુવકોને વીજળીના થાંભલા સાથે બાંધીને ખૂબ જ મારઝૂડ કરી હતી. જાણવા મળ્યું છે કે, આ વીડિયો 24 જૂનનો છે.

ગ્રામીણોનું કહેવું છે કે, બે યુવક કંચનનેર ગામમાંથી એક LED ચોરી કરીને લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગ્રામીણોએ બન્ને આરોપીને પકડીને પોલીસને સોંપી દીધા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ચોરી કરેલો સામાન અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

વાઈરલ થયેલ વિડીયોમાં કેટલાક લોકો બન્ને યુવકને વીજળીના થાભલા સાથે બાંધીને નિર્દયતાપૂર્વક મારઝૂડ કરી રહ્યા છે. ગ્રામીણો દ્વારા બન્ને યુવકોને બાંધી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વીજળીના થાંભલા સાથે તેમને દોરડા વડે ધસડીને લઈ જઈ બાંધી દીધા હતા. બન્નેને બેલ્ટ, દોરડા તથા દંડા વડે માર પણ મારવામાં આવ્યો હતો.

ગ્રામીણોનો આરોપ છે કે, બન્ને યુવક સાકિર અને બિલાલ 23 જૂનની રાત્રે કંચનનેર ગામમાં આવ્યા હતા. આ બન્ને ગ્રામીણોના મકાનમાં ચોરી કરીને ભાગવા લાગ્યા હતા. જોકે, કેટલાક ગ્રામીઓ ઉંઘમાંથી જાગી ગયા હતા અને બન્ને યુવકનો પીછો કર્યો હતો. આ દરમિયાન બન્ને યુવકો દ્વારા ગ્રામીણો પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, બન્ને યુવકને પકડી પાડવામાં આવ્યા હતા અને સવારે પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, સાકિર અને બિલાલ હરિયાણાના નૂહ જિલ્લાના પુન્હાનાના રહેવાસી હતા. બીજી બાજુ જુરહરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મુકુટે જણાવ્યું હતું કે, 24 જૂનના રોજ સવારે માહિતી મળી હતી કે બે ચોરની ગામવાસીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો એલઈડી અને હથિયાર, 2 કારતૂસ અને 2 મોટરસાયકલ મળી આવ્યા હતા. આ બન્ને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *