હાથણનું દૂધ પીવા પહેલીવાર પગ પર ઉભી થઇ નાનકડી બાળકી- વિડીયો જોઇને દિલ ખુશ થઇ જશે

Published on: 5:24 pm, Tue, 1 February 22

હાલમાં જ સોશિયલ મીડિયા (Social media) પર એક ખુબ જ સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો આસામના ગોલાઘાટનો છે. આ વીડિયોમાં ત્રણ વર્ષની બાળકી હાથીનું દૂધ પીવાનો પ્રયાસ કરતી જોવા મળે છે તેમજ બાળકી હાથી સાથે મસ્તી કરતી દેખાય રહી છે.

આ વીડિયોમાં બાળકી પહેલા બોલ સાથે રમે છે અને પછી હાથીનું દૂધ પીવા તેના પગ પર ઊભી થાય છે. વીડિયોમાં દેખાતી નાનકડી બાળકીનું નામ હર્ષિતા બોરા છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તે બાળકીએ કાલીઘેલી ભાષામાં કહ્યું હતું કે,”હાથી મારી સાથે રમે છે. તેનું નામ બીનુ છે, તેને કેળા ખાવાનું પસંદ છે.”

લોકો બાળકી અને હાથીની મસ્તી કરતા વિડીયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેમના પ્રેમનો આનંદ ઉઠાવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ ચર્ચામાં છે. અવારનવાર સોશિયલ મીડિયામાં આવા ઘણા વિડીયો વાયરલ થાય છે જે આપણા દિલ જીતી લે છે. હાલ આવા જ એક વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.