શાંતિથી ચાલતા જતા વૃદ્ધને આખલાએ ફૂટબોલના દડાની જેમ ઉછાળ્યા- જુઓ શોકિંગ CCTV વિડીયો

આજકાલ રખડતા ઢોરોનો આતંક ઘણો વધી ગયો છે. રખડતા ઢોરોને કારણે કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. આ ઉપરાંત, આ રખડતા ઢોરો વૃદ્ધોને પણ અડફેટે લેતા હોય છે. ત્યારે ફરીવાર એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં એક આખલાએ વૃદ્ધને દડાની જેમ ઉછળ્યા.

મળતી માહિતી મુજબ, ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક આવી જ ઘટના સામે આવી છે. જેમાં શેરીમાં ઘરની નજીક એક વૃદ્ધ દર્દી ચાલીને જઈ રહ્યાં હતા. આ દરમિયાન એક આખલાએ પાછળથી દોટ મૂકી તેમને હવામાં ઉલાળ્યા હતા. હવામાં ફંગોળાયા બાદ વૃદ્ધ જમીન પર પટકાયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, આ વુદ્ધ દર્દી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઘટના બાદ આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવે છે અને આખલા ભગાડી વૃદ્ધને બચાવી લે છે. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

જણાવી દઈએ કે, બે દિવસ પહેલા જામનગરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રખડતા આખલાએ વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બધી જાણ મનપાને હોવા છતાં તે કોઈ કાર્યવાહી કરતી નથી. માત્ર કાર્યવાહી કરી રહ્યા છે તેવા નાટકો જ કરે છે. આ બાબતોને લઈને મનપા સામે ઘણા સવાલો પણ ઉઠાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *