હાલ વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઇ લીધી છે. અને હાલ થોડી-થોડી ગરમીની શરૂઆત પણ થઈ ચૂકી છે, પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગુજરાતના રાજ્યમાં વધુ એક વખત કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ અનેક ક્ષેત્રો માટે ચેતવણી જાહેર કરી છે. અધિક મુખ્ય સચિવ, મહેસુલ, પંકજ કુમારે કહ્યું કે, 6 જૂનની આસપાસ કેરળ તટથી ચોમાસુ પ્રવેશ કરશે. જૂનના બીજા કે ત્રીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવી શક્યતા છે.
વાવાઝોડા સાથે પવન ફુંકાશે
પાંચ દિવસના બુલેટિનમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશના અલગ-અલગ સ્થળે ભારે વરસાદ સાથે બરફ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે જ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઓડિશાના વિભિન્ન ક્ષેત્રોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અહેવાલ પ્રમાણે ઓડિશા, ઉત્તરાખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળના ક્ષેત્રોમાં હવામાન ખૂબ ખરાબ રહેશે અને તે સૃથળોએ 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે પવન ફુંકાશે.
વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડા અને કરા પડવાની શક્યતા
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટીસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડા અને કરા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
15મી માર્ચના રોજ વરસાદની સંભાવના
આ સાથે જ 15મી માર્ચના રોજ અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિવિધ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં બુધવારથી ભારે વરસાદ સાથે બરફ પડી રહ્યો છે જેના કારણે રોહતાંગ સહિતના ક્ષેત્રોમાં બે ફૂટ ઉંચી બરફની ચાદર છવાયેલી જોઈ શકાય છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાન રહેતું હોવાના કારણે તાપમાન પણ ખૂબ જ નીચું જતું રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.