જો સાચા ગુરુનો ભેટો થઈ જાય તો જીવન એકદમ સુધરી જાય છે પરતું જો ગુરુ સાચા ન મળ્યા હોય તો તે અવળા માર્ગે પણ વાળી દે છે તથા વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે. સાચા સંતના સંગને લીધે ગમે તેવો પાપી જીવ હોય તે સાચા રસ્તે વળી જાય છે. કોઈપણ ધર્મના ગુરુ હોય પરંતુ જો તેમનામાં ભક્તિ સાચી હશે તેમજ તેઓ સાચા ગુરુ હશે તો તે
કોઈપણ વ્યક્તિને અવળા માર્ગ પરથી સત્યનાં માર્ગ પર જરૂર લઇ જઈ શકે છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે, વાલેરો લુટારો કઈ રીતે વાલ્મીકી બની ગયો ? આવો જ એક પ્રસંગ આજે અમે તમને જણાવવાં માટે જઈ રહ્યા છીએ કે, આ પ્રસંગ સાંભળીને તમારાં રૂંવાટા ઉભા થઇ જશે. ચાલો જાણી લઈએ તે પ્રસંગ કોનો તથા ક્યાં ગુરુ અંગેનો છે.
આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનાર તથા વર્ષ 1971 થી લઈને વર્ષ 1995 સુધી પોતાનું જીવન રફટફ તથા ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે, એવું ભાગ્યે જ વિચારી શકાય.
આ ગુજરાતી વ્યક્તિ એટલે સુભાષભાઈ પટેલ. વર્ષ 1995 માં પ્રમુખ સ્વામીની સાથે થયેલ મુલાકાતને લીધે સુભાષ પટેલનું જીવન બદલી નાખ્યું હતું. ફક્ત 2 સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે, તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું હતું. તેઓએ ફક્ત તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ સુભાષભાઈ પટેલ મૂળ ચરોતરના રહેવાસી છે તેમજ ખેડૂત પુત્ર છે. શૂન્યમાંથી સર્જન કરનાર એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી છે. જેની માહિતી આજે અમે તમને જણાવીશું. સુભાષભાઈ પટેલ હાલમાં આફ્રિકાના કુલ 4 દેશોમાં અબજોનો બિઝનેસ કરી રહ્યાં છે.
સુભાષભાઈ પટેલ જે તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય તેમજ મોટીસન ગ્રુપના સ્થાપક અને ડિરેક્ટર છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રમાં વિશાળ સામ્રાજ્ય રહેલું છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટાભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવી રહ્યાં છે. સાદુ-સરળ જીવન પસાર કરનાર તેમજ લાંબુ વિચારનાર સુભાષ પટેલ પ્રસિદ્ધિથી દૂર રહે છે.
સુભાષભાઈ પટેલને દર પૂનમે પોતાના ગુરુવર્યના દર્શન કરવાનો નિયમ રહેલો છે. ત્યારપછી ભલે ગુરુ વિશ્વનાં કોઈપણ ખૂણે હોય ત્યાંથી દર્શન કરવા માટે અચૂક જાય છે. તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ તેમજ હાલમાં BAPS સંસ્થાના મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે દર પૂનમે પોતાનો કામ ધંધો છોડીને દર્શન કરવા માટે આવે છે.
સુભાષ પટેલને બિઝનેસ ચાલુ રાખવા માટે તથા મોટું કામ કરવા માટે પ્રમુખ સ્વામીએ પ્રેરણા આપી હતી. દુઃખનાં સમાચાર તો એ છે કે, સુભાષભાઇ પટેલ આજે અક્ષર નિવાસી થયા છે. જેને લીધે BAPS સંસ્થામાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle