રૂપાણી સરકારે આપેલા દંડ વસુલવાનો ટાર્ગેટ પૂરો કરવા જતા એકસાથે આટલા પોલીસકર્મીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં

હાલમાં કોરોના મહામારી હોવાંથી માસ્ક વિના ફરતા લોકોની પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. માસ્ક વિના…

હાલમાં કોરોના મહામારી હોવાંથી માસ્ક વિના ફરતા લોકોની પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. માસ્ક વિના ફરતા દરરોજના કુલ 80 લોકોને પકડીને દંડ વસૂલવાનો તમામ પોલીસ સ્ટેશનને પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરવામાં છેલ્લા 24 કલાકમાં કુલ 46 પોલીસ કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો છે.

છેલ્લા 23 દિવસમાં કુલ 517 પોલીસ કર્મચારીને કોરોના ભરખી ગયો છે. આની સ્સાથે જ અત્યાર સુધીમાં કુલ 1,423 પોલીસ અધિકારી-કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે જેમાંથી કુલ 13ના મોત નીપજ્યા છે. માસ્ક પહેર્યા વિના ફરતા લોકોની પાસેથી કુલ 1,000 રૂપિયાનો દંડ વસુલવા માટે પોલીસ આખો દિવસ રોડ પર હાજર રહે છે.

હાલમાં પોલીસ કમિશનરે પોલીસ સ્ટેશનના PIને માસ્ક વિના ફરતા દરરોજના કુલ 80 લોકોને પકડી કુલ 80,000 રૂપિયાનો દંડ વસુલવા માટેનો કડક આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરનો આદેશ થતાની સાથે જ પોલીસ સ્ટેશનના PI, PSI તથા કર્મચારીઓ રોડ પર નીકળીને માસ્ક વિના ફરતા લોકોને પકડી દંડ વસુલવાનું શરુ કર્યુ હતુ.

જેને લીધે પોલીસ કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના ફરતા લોકોના સંપર્કમાં આવ્યા હતા. જેથી છેલ્લા માત્ર 24 કલાકમાં એટલે કે 13 ડિસેમ્બરનાં રોજ એક જ દિવસમાં કુલ 46 પોલીસ અધિકારી – કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યારે ગત 21 નવેમ્બર સુધીમાં કુલ 906 પોલીસ અધિકારી તેમજ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ માત્ર 23 દિવસમાં જ આ આંકમાં વધારો થઈને હાલમાં કુલ 1,423 થઈ ચુક્યો છે.

ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ખાલી બેડ વધીને કુલ 60% થયા :
અમદાવાદ શહેરમાં છેલ્લા માત્ર 24 કલાકમાં કોરોનાના નવા કુલ 237 કેસ નોંધાયા હતા. આની સાથે જ વધુ કુલ 7 દર્દીના મોત નીપજ્યા હતા. કેસની સંખ્યામાં ઘટાડો થતાં ફક્ત એક વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યો છે. કુલ કેસની સંખ્યામાં વધારો થઈને હાલમાં કુલ 51,000ને પાર થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *