‘રામ રાખે તેને કોણ ચાખે’ – વૃદ્ધા પરથી આખો ટ્રક પસાર થઇ ગયો છતાં વાળય વાકો ન થયો

હાલ દિવસેને દિવસે જેવી રીતે કોરોના વધી રહ્યો છે તેવી જ રીતે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. દરરોજ અકસ્માતમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હાલ એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જે ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એક વૃદ્ધ મહિલા પરથી આખો ટ્રક પસાર થઇ ગયો હતો તેમ છતાં એ વ્યક્તિ બચી ગયો હતો.

હાલ અકસ્માતની ઘટના વધારે સામે આવી રહી છે ત્યારે તમિલનાડુના તિરુચેન્ગોડેમાંથી આવીજ એક ઘટના સામે આવી છે. તમિલનાડુના તિરુચેન્ગોડેમાં ઘટેલી આ ઘટનાનો એક વિડીયો પણ વાયરલ થયો છે.  આ વિડીયો જોઇને ભલભલા પણ ચોંકી ગયા હતા. કારણ માત્ર એટલું જ કે, આખો ટ્રક વૃદ્ધ મહિલા પરથી પસાર થઇ ગયો હતો તેમછતાં આ મહિલા જીવિત રહી હતી.

તામિલનાડુના તિરુચેન્ગોડેના CCTV ફૂટેજ સામે આવી છે. CCTV સામે આવતા લોકોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. અહીં રોડ ક્રોસ કરતાં એક વૃદ્ધ મહિલાને બેદરકાર ટ્રક ડ્રાઈવરે અડફેટે લીધા હતા. પરંતુ વૃદ્ધ મહિલા બચી ગઈ. તેમના પરથી અખો ટ્રક પસાર થઇ ગયો હતો તેમછતાં કહેવાય છે ને કે, “રામ રાખે તેને કોણ ચાખે” આ કહેવત સાચી થઇ હતી.

વિડીયોમાં સાફ સાફ દેખાય છે કે, ટ્રકના અથડાવાથી વૃદ્ધ મહિલા પડી જાય છે, ત્યારે તેના પરથી આખેઆખો ટ્રક ફરી વળે છે. જો કે, વૃદ્ધ મહિલા બન્ને વ્હીલની વચ્ચે રહી જતાં તેનો આબાદ બચાવ થાય છે. આ અકસ્માત બાદ તરત જ વૃદ્ધા ઊભા થઈ જાય છે અને ચાલવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *