સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી એક તરફી પ્રેમમાં પાગલ યુવકના કારસ્તાનનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પોતાના જ વતન તેલંગણા(Telangana)માં રહેતી એક યુવતીના પ્રેમમાં પાગલ હતો. જોકે, યુવતીના લગ્ન થઈ ગયા બાદ માતા-પિતા સાથે સુરત આવી ગયા હતા. ત્યારે ગઈકાલે યુવક યુવતીના ઘરે પહોંચી અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. યુવતીએ ગર્ભવતી(Pregnant) હોવાનું કહ્યું છતાં યુવકે યુવતી પાસે સુસાઈડ નોટ(Suicide note) લખાવી ઝેરી દવા પણ પીવડાવી દીધી હતી. ત્યારબાદ પોતે પણ પી ગયો હતો. બાદમાં બંનેને તાત્કાલિક હોસ્પિટલ(Hospital) ખસેડવામાં આવતા બચાવ થયો હતો. જોકે, યુવતીનો ગર્ભ પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેલંગાણાના વરાગલ જિલ્લાના પરવતગીરી મંડલના કલલડા ગામના વતની દુર્ગેશ બોનાગીરીને તેના જ ગામની ભારતી(નામ બદલ્યું છે) સાથે ઘણા સમયથી એકતરફી પ્રેમસંબંધ ચાલતો હતો. જોકે, યુવતી પરિણીત હતી. યુવતી તેના માતા-પિતા સાથે સુરતના ગોડાદરામાં રહેતી હતી.
View this post on Instagram
ગઈકાલે મહિલા ઘરે હતી ત્યારે દુર્ગેશ અચાનક તેના ઘરે પહોચ્યો હતો. દરવાજો ખટખટાવતા મહિલાને એવું લાગ્યું કે, તેના માતા-પિતા કામ પરથી પાછા ફર્યા છે. દરવાજો ખોલતાની સાથે જ દુર્ગેશ યુવતીના ઘરમાં ઘુસી ગયો હતો અને તેને અંદરથી તાળું મારી દીધું હતું અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
યુવતીએ પોતે દોઢ માસની ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું જેથી દુર્ગેશ વધુ ગુસ્સે થઈ ગયો હતો. અને તે કે એમ ન કરે તો વતન રહેતા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી ગ્લાસમાં ઝેર નાખીને પીવડાવી દીધું હતું. જોકે, યુવતીએ વિરોધ કરતા બળજબરીથી તેનું મંગળસૂત્ર ઉતારી નાખ્યું અને ગળું દબાવી દવા પીવડાવી હતી. દવા પીતા પહેલા તેણે સુસાઈડ નોટ પણ લખાવી હતી.
આ ઘટનાની જાણ લોકોને થતાં તાત્કાલિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને દરવાજો તોડી બંનેને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઝેરી દવાના કારણે યુવતીનો દોઢ માસનો ગર્ભ પડી ગયો હતો. જેને લઇને યુવતીના પરિવારજનો દ્વારા ગોડદરા પોલીસ સ્ટેશનમાં પાગલ યુવક વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.