હાલમાં એક ઘટનાને લઈ જાણકારી સામે આવી રહી છે. અમેરિકાના કંસાસ શહેરમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવા તથા તેના ગર્ભને કાપીને ભ્રૂણ કાઢવાના કેસમાં દોષિત ઠરાવીને મૃત્યુ દંડની સજા આપવામાં આવી છે. અમેરિકામાં છેલ્લા સાત દાયકામાં એટલે કે, અંદાજે 70 વર્ષના ઈતિહાસમાં આ સૌપ્રથમ એવી ઘટના બની છે કે, જેમાં કોઈ મહિલાને મૃત્યુ દંડ આપવામાં આવ્યો હોય.
52 વર્ષની મહિલા કેદી લીસા મોંટગોમરીને ઈંડિયાના પ્રાંતના ટેરેહોટેની એક જેલમાં ઝેરનું ઈન્જેક્શન આપ્યા પછી મધ્યરાત્રીએ અંદાજે 1:31 વાગે મૃત જાહેર કરી દેવામાં આવી હતી. એક ન્યાયિક ખંડપીઠે સર્વસંમતીથી મોંટગોમરીને મૃત્યુદંડ આપવા માટેની ભલામણ કરવામાં આવી હતી કે, જેને મિસૌરીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે લાગૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મૃત્યુદંડને મંજૂરી આપી દેવામાં આવી હતી. આની પહેલાં મંગળવારનાં સાંજે અંદાજે 6 વાગે ઈંડિયાના ટેરે હાઉતેમાં મોંટગોમરીના મૃત્યુદંડને અમલી બનાવવાનો હતો પરંતુ અમેરિકાની 8મી સર્કલ કોર્ટ દ્વારા તેની ઉપર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. જો કે, ત્યારબાદ બુધવારે મૃત્યુદંડની સજા પર અમલ કરવામાં આવ્યો હતો.
કઈ ઘટનામાં મળી મૃત્યુદંડની સજા?
લીસાને ગર્ભવતી મહિલાની હત્યા કરી હતી અને તેનુ પેટ ચાકુ વડે કાપીને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને લઈ ભાગી છૂટી હતી. આ ઘટનામાં તેને કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવી હતી. 16 ડિસેમ્બર, વર્ષ 2004ના રોજ એક પાલતુ કુતરો ખરીદવાના બહાને 36 વર્ષની મોંટોગોમરી 23 વર્ષની બોબી સ્ટીનેટના મિસૌરીમાં આવેલ ઘરે પહોંચી હતી.
ત્યારબાદ તેણે 8 માસનો ગર્ભ ધરાવતી સ્ટીનેટનું એક દોરડાથી ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેનું પેટ ચીરીને બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી. ત્યારપછી મોંટગોમરી આ બાળક પોતાનું હોવાનો સતત દાવો કરતી રહી હતી.
અંદાજે 16 વર્ષ પછી આ કેસમાં ન્યાય મળ્યો:
આ ઘટના બન્યાં પછી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં તેણે પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી. ત્યારબાદ વર્ષ 2008માં તેને અપહરણ અને હત્યાના કેસમાં દોષિત ઠરાવવામાં આવી હતી. મૃત્યુદંડની સજા આપ્યા પછી તેને સંઘિય કોર્ટોમાં પડકારવામાં આવી હતી પરંતુ કોર્ટ દ્વારા એને મૃત્યુદંડની સજાને યથાવત રાખવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle