એક રિપોર્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વમાં પોતાનો દબદબો વધારનારા ચીન હવે અંતરિક્ષ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. ચીન અંતરિક્ષમાં હવે હાઈપરસોનિક મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે, ઓગસ્ટ મહિનામાં જ ચિન દ્વારા આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર, પરમાણું સક્ષણ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેણે પૃથ્વીની નિચલી કક્ષામાં ચક્કર માર્યું હતું. જોકે, ટાર્ગેટ સુધી પહોચવા માટે આ મિસાઈલ 32 કિલોમીટર ચૂકી ગયું હતું. આ મિસાઈલોને લઈને અમેરિકાની ખાનગી સંસ્થાઓમાં હવે ચિંતા વધી ગઈ છે.
તમને જણાવી દઈએ કે, ચીન સિવાય અમેરિકા અને રશિયા સહિતના પાંચ દેશો હાઈપરસોનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, હાઈપરસોનિક મિસાઈક, પાંરંપરિક બેલેસ્ટિક મિસાઈલોની જેમ પરમાણું હથિયારોને લઈ જઈ શકે છે. આ મિસાઈલો અવાજની ગતિ કરતા પણ 5 ગણી વધારે સ્પીડમાં ચાલે છે.
આ બંને મિસાઈલોમાં સૌથી મોટો ફરક એ છે કે, બેલેસ્ટિક મિસાઈલ અંતરિક્ષમાં ઉચાઈ પર ઉડી શકે છે. જ્યારે હાઈપરસોનિક મિસાઈલ વાયુમંડળના નીચેના સ્તરે સફર કરતું હોય છે. આ સાથે જ તે તેના નિર્ઘારિત લક્ષ્ય પાસે જલ્દીથી પહોચવાની ક્ષમતા પણ રાખે છે.
અહી નોંધનીય છે કે, હાઈપરસોનિક મિસાઈલોને શોધવી અને તેને નષ્ટ કરવી ઘણી મુશ્કેલ છે. જોકે, અમેરિકા જેવા દેશો એવી સિસ્ટમ બનાવી છે જે ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલોની સામે રક્ષા કરી શકે. પરંતુ, અત્યાર સુધી હાઈપરસોનિક મિસાઈલ નષ્ટ કરવા કોઈ સિસ્ટમ નથી બનાવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.