આ દેશે તો આખી હોટલ જ સોનાની બનાવી દીધી- ભાડું અને તસ્વીરો જોઈ ભાન ભૂલી જશો

દુનિયાની સૌથી પહેલી સોનાની હોટેલ વિયેતનામની રાજધાની હનોઈમાં ખોલવામાં આવી છે. અહીંનાં દરવાજા, કપ, ટેબલ, બારી, નળ, વોશરૂમ, ખાવાના વાસણો બધુ જ સોનાનું છે. 2…

દુનિયાની સૌથી પહેલી સોનાની હોટેલ વિયેતનામની રાજધાની હનોઈમાં ખોલવામાં આવી છે. અહીંનાં દરવાજા, કપ, ટેબલ, બારી, નળ, વોશરૂમ, ખાવાના વાસણો બધુ જ સોનાનું છે. 2 જુલાઈ એટલે કે, ગુરુવારે આ હોટેલનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ હોટેલનું નામ ‘ડોલ્સે હનોઈ ગોલ્ડન લેક’ છે. આ હોટેલમાં દરવાજાથી લઈને કોફી કપ સુધી બધુ જ સોનામાંથી બનાવવામાં આવ્યું છે. આ એક 5 સ્ટાર હોટેલ છે, જે 25 માળની બનાવવામાં આવી છે. આ હોટેલમાં કુલ 400 રૂમ છે. હોટેલની બહારની દીવાલો પર અંદાજે 54 હજાર વર્ગ ફૂટ ગોલ્ડ પ્લેટેડ ટાઈલ્સ લગાવવામાં આવી છે.

હોટેલના સ્ટાફનો ડ્રેસ કોડ પણ રેડ અને ગોલ્ડન રાખવામાં આવ્યો છે. લોબીમાં ફર્નિચર અને સજાવટના સામાનમાં પણ સોનાની કારીગરી આપવામાં આવી છે. જેથી, હોટેલમાં ગોલ્ડનનો અનુભવ થાય.હોટેલના વોશરૂમમાં બાથટબ, સિંક, શાવરથી લઈને તમામ એક્સેસરીઝ ગોલ્ડનની છે. બેડરૂમમાં પણ ફર્નિચર અને સજાવટ પર ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું છે.

છત પર ઈન્ફિનિટી પૂલ પણ બનાવવામાં આવ્યો છે. અહીંથી હનોઈ શહેરનો ખુબ જ સુંદર નજારો જોવા મળે છે. અહીંયાંની છતની દીવાલો પર ગોલ્ડ પ્લેટેડ ઈંટો લગાડવામાં આવી છે.પ્રથમ દિવસે જ મહેમાનોએ તેમાં રસ દાખવ્યો. તેની દીવાલો અને શાવર પણ ગોલ્ડ પ્લેટેડ છે. અહીંનાં ઘણા લોકો પોતાના સુંદર ફોટા પડાવતા જોવા મળ્યા છે.

આ હોટેલનું નિર્માણની શરૂઆત વર્ષ 2009માં થઈ હતી. હોટેલના ઉપરના ફ્લોર પર ફ્લેટ્સ પણ બનાવવામાં આવ્યા છે. જો કોઈને પોતાના માટે ફ્લેટ લેવો હોય તો તે પણ લઈ શકે છે.આ હોટેલને દક્ષિણ-પૂર્વ એશિયાનું સૌથી મોટી લક્ઝરી હોટેલનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેને બનાવનારાએ હોઆ બિન ગ્રુપ એન્ડ વિનધમ ગ્રુપની સાથે મળીને બનાવી છે. તે બંને સાથે મળીને કુલ 2 સુપર 6 સ્ટાર હોટેલને મેનેજ કરી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોનું તમારા માનસિક તણાવને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. જેથી, તમે રિલેક્સ થઈ શકો. આથી, હોટેલ પ્રબંધને સોનાની પ્લેટિંગનો વધુ ઉપયોગ કર્યો છે.અહીંયા ડબલ બેડરૂમ સુઈટમાં 1 રાત રોકાવવાનું ભાડું અંદાજે 75,000 રૂપિયા છે. જ્યારે હોટેલના રૂમ્સનું શરૂઆતનું ભાડુ 20,000 રૂપિયા છે.

અહીં કુલ 6 પ્રકારના રૂમ્સ છે. સાથે જ 6 પ્રકારના સુઈટ પણ જોવાં મળે છે. પ્રેસિડેન્શિયલ સુઈટની કુલ કિંમત 4.85 લાખ રૂપિયા પ્રતિ રાત છે. આ હોટેલમાં ગેમિંગ ક્લબ પણ આવેલ છે, જે 24 કલાક માટે ખુલ્લું રહે છે. અહીં કસીનો અને પોકર જેવી ગેમ પણ રમી શકાય છે.આ ગેમ જીત્યા બાદ તમે પૈસા પણ કમાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *