યૂક્રેન(Ukraine): આજે યુક્રેનણા વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા (Dmitry Kuleba)એ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકો (Russian soldiers)એ કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું. મોસ્કો (Moscow)એ તેના આક્રમણના ચોથા દિવસે પણ તેના પાડોશી યૂક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. એરક્રાફ્ટ AN-225 ‘Mriya’, જેનો અર્થ યૂક્રેનિયનમાં ‘સપનું’ થાય છે, તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ (Ukrainian aeronautics company Antonov) દ્વારા બનાવવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, તે વિશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેન તરીકે ઓળખવામાં આવતું હતું. કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ(Hostmail Airport) પર રશિયા દ્વારા ગોળીબાર કરીને એરક્રાફ્ટને કથિત રીતે બાળી નાખવામાં આવ્યું હતું.
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા, યુક્રેન તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું: “વિશ્વનું સૌથી મોટું વિમાન, મારિયા (ધ ડ્રીમ), રશિયન સૈન્ય દ્વારા કિવ નજીકના એક એરફિલ્ડમાં નષ્ટ કરવામાં આવ્યું હતું. “અમે પ્લેન ફરીથી બનાવીશું. અમે મજબૂત, મુક્ત અને લોકશાહી યુક્રેનના અમારા સપનાને સાકાર કરીશું.” આ ટ્વિટની સાથે, યૂક્રેને પ્લેનનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે કેપ્શન લખ્યું હતું કે, ‘તેઓએ સૌથી મોટા પ્લેનને બાળી નાખ્યું પરંતુ અમારા મરિયા ક્યારેય નષ્ટ થશે નહીં.’
The biggest plane in the world “Mriya” (The Dream) was destroyed by Russian occupants on an airfield near Kyiv. We will rebuild the plane. We will fulfill our dream of a strong, free, and democratic Ukraine. pic.twitter.com/Gy6DN8E1VR
— Ukraine / Україна (@Ukraine) February 27, 2022
દિમિત્રો કુલેબા દ્વારા તેમની લાગણીને ઓનલાઈન રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે, ‘તે વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ, AN-225 ‘Marya’’ હતું. રશિયાએ ભલે અમારા ‘Marya’ને નષ્ટ કરી નાખ્યું હોય પરંતુ તેઓ ક્યારેય મજબૂત, સ્વતંત્ર અને લોકતાંત્રિક યુરોપિયન રાજ્યના અમારા સપનાને નષ્ટ નહીં કરી શકે. અમે મજબૂત બનીશું!’
એરક્રાફ્ટ નિર્માતા એન્ટોનોવે જણાવ્યું કે, તે એ વાતની પુષ્ટિ કરી શકાતું નથી કે, વિમાનની સ્થિતિ શું છે. એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીએ ટ્વીટ કર્યું કે, ‘હાલમાં, જ્યાં સુધી AN-225 નિષ્ણાતો દ્વારા તપાસવામાં ન આવે ત્યાં સુધી અમે એરક્રાફ્ટની ટેકનિકલ સ્થિતિ અંગે રિપોર્ટ આપી શકીએ નહીં. વધુ સત્તાવાર જાહેરાતની રાહ જુઓ.’
This was the world’s largest aircraft, AN-225 ‘Mriya’ (‘Dream’ in Ukrainian). Russia may have destroyed our ‘Mriya’. But they will never be able to destroy our dream of a strong, free and democratic European state. We shall prevail! pic.twitter.com/TdnBFlj3N8
— Dmytro Kuleba (@DmytroKuleba) February 27, 2022
રશિયા દ્વારા ગુરુવારે જોરદાર આક્રમણ શરૂ કરવામાં આવ્યા બાદ યૂક્રેનના કેટલાય શહેરો પર ક્રૂઝ મિસાઇલો વરસાવી રહ્યું છે. યૂક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં રવિવારે રસ્તાઓ પર લડાઈ ફાટી નીકળી હતી. આ દરમિયાન, યૂક્રેનિયન સૈન્ય, જે અગાઉ પોતાનો બચાવ કરવામાં નિષ્ફળ હતું, તેણે રશિયન સૈનિકો પાસેથી શહેરનું ફરીથી નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.