ઇસ્લામનો પવિત્ર મહિનો રમઝાન શરૂ થવાનો છે. આ પહેલા પણ સાઉદી અરેબિયામાં આટલી મોંઘી કિંમતે એક ઊંટ વેચાયો છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઊંટની કિંમત જાણી આંખે અંધારા આવી જશે. તે વિશ્વની સૌથી મોંઘી ઊંટ હોવાનું કહેવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઊંટ માટે 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14 કરોડ 23 લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
14 કરોડમાં વેચાયા ઊંટ
એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આ ઊંટ માટે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં પરંપરાગત પોશાકમાં સજ્જ એક વ્યક્તિ માઈક્રોફોન દ્વારા હરાજીમાં બોલી લગાવતો જોવા મળે છે.
જણાવી દઈએ કે, ઊંટની પ્રારંભિક બોલી 50 લાખ સાઉદી રિયાલ એટલે કે, લગભગ 10 કરોડ 16 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ પછી તેની બોલી 7 મિલિયન સાઉદી રિયાલની બોલી પર ફાઇનલ કરવામાં આવી હતી. જોકે, આટલી ઊંચી બોલી લગાવીને ઊંટ કોણે ખરીદ્યો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઊંટને મેટલ એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યો છે. પરંપરાગત કપડાં પહેરેલા લોકો હરાજીમાં ભાગ લેતા જોવા મળે છે.
ઊંટની ખાસિયત જાણીને તમને નવાઈ લાગશે
સાઉદી અરેબિયામાં આટલી મોંઘી કિંમતે હરાજી કરાયેલા આ ઊંટને વિશ્વના દુર્લભ ઊંટોમાંનો એક ગણવામાં આવે છે. આ ઊંટ તેની ખાસ સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયામાં આ પ્રજાતિના બહુ ઓછા ઊંટ છે. આપણે બધા જાણીએ છીએ કે, સાઉદી અરેબિયાના લોકોના જીવનમાં ઊંટ સામેલ છે. સાઉદી અરેબિયામાં ઈદના દિવસે ઊંટની બળી ચડાવવામાં આવે છે. સાઉદી અરેબિયામાં વિશ્વનો સૌથી મોટો ‘ઊંટ મેળો’ પણ યોજાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.