આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલીયાને સાઈડ ટુ કટ કરાશે, ઇસુદાન સાથે જોવા મળશે આ આદિવાસી નેતા

દિવસેને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને પાટીદાર આંદોલન કારીઓના કોંગ્રેસ સામેના વિદ્રોહને કારણે અણધારી સફળતા મળી છે.…

દિવસેને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને પાટીદાર આંદોલન કારીઓના કોંગ્રેસ સામેના વિદ્રોહને કારણે અણધારી સફળતા મળી છે. ત્યારબાદ ગુજરાતમાં સતત જીલ્લા કક્ષાએ તેઓના કાર્યકરો સંગઠન મજબુત કરવા લાગી ગયા છે. ઇસુદાન ગઢવીના આમ આદમી પાર્ટીમાં આવ્યા બાદ અમદાવાદ શહેર અને જીલ્લા તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે.

ગુજરાતમાં ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ અપાવવા અરવિંદ કેજરીવાલે ઇસુદાનને ગુજરાતના કેજરીવાલ ગણાવ્યા હતા. ત્યારથી અટકળો લગાવાઈ રહી હતી કે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રી ના દાવેદાર ઇસુદાન ગઢવી જ હશે. ત્યારબાદ ઇસુદાન ગઢવીએ વગર હોદ્દાએ કામ કરીને દિલ્હી હાઈ કમાંડ ને પણ વિશ્વાસમાં લઇ રાખ્યા હતા.

બીજી તરફ ગોપાલ ઇટાલીયાના ભૂતકાળમાં કરેલા કારનામાઓને લઈને અરવિંદ કેજરીવાલે તેમને પોતાની ઈમેજ સુધારવાની સુચના આપી હતી. જેને લઈને ધર્મ અને મંદિર વિરોધી માનસિકતા વાળા ગોપાલે પોતાની છબી સુધારવા ભૂતકાળમાં જે મંદિર અને સાધુ સંતોનો વિરોધ કર્યો ત્યાં પગે લાગવાનું શરુ કરી દિધુ હતું. અને સોશિયલ મીડિયામાં અભદ્ર વાણી વિલાસ પણ અટકાવી દીધો હતો.

એટલું જ નહી ગોપાલ ઈટાલીયા તો દરરોજ સવારે ચાંદલો કર્યા વગર ઘર બહાર નીકળવાનું પણ ટાળવા લાગ્યા હતા. પરંતુ તાજેતરમાં જ ગૃહમંત્રી પર તેના દ્વારા થયેલા પારિવારિક હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓએ જાતે તેની આ હરકતને હાઈ કમાન્ડના ધ્યાને લાવી હતી. જેને લઈને પોતાના ઉભા કરેલા વિરોધને આમ આદમી પાર્ટીએ પણ સાથ આપ્યો નહોતો.

અરવિંદ કેજરીવાલ જાણે છે કે ગુજરાતની ભોળી જનતાને ધર્મના નામે જ આકર્ષી શકાય એમ છે, જેને લઈને ધાર્મિક આસ્થા વાળા ઇસુદાનને જ તેઓ પ્રમોટ કરી રહ્યા છે. બીજી એક માન્યતા પણ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર પાટીદાર પાર્ટી તરીકે ઉભી થયેલી છાપને દુર કરવા ગોપાલ ઇટાલિયાને સાઈડ ટુ કટ કરીને ઇસુદાનને જ પ્રોજેક્ટ કરવા.

આ આંકલનોની વચ્ચે હાલમાં દિલ્હી હાઈકમાન્ડ પાસે ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા અને BTP ના ધારાસભ્ય મહેશ વસાવાને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે ઇસુદાન જઈ પહોંચ્યા છે. ત્યાં ગોપાલ ઇટાલીયાની ગેરહાજરી સૂચક છે. માનવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજના નેતા સાથે ગઠબંધન કરીને ગુજરાતમાં આમ આદમી પાર્ટી આપ અને કોંગ્રેસ બંનેને હલાવીને મૂકી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *