આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. એવામાં હાલ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. તેમાં પણ પોતાની નજર સામે પોતાના જ સંતાનને આપઘાત કરતા જુવા કોઈ પણ મા બાપ માટે સહેલું નથી. મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ભોપાલ (Bhopal)માં એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પોતાની જુવાન દીકરી માત્ર બે ફૂટની અંતરે જ ઉભી હતી. માતા તેને સમજાવી રહી હતી. પરંતુ દીકરીએ મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું.
રાની ભોપાલમાં મધ્ય પ્રદેશ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MPIDC)ના મેનેજર તરીકે તૈનાત હતી. આ આપઘાત કેસમાં IAS અધિકારી પર ટોર્ચરનો આરોપ છે. રાની શર્મા સુસાઈડ કેસની ઈન્સાઈડ સ્ટોરીમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. રાની શર્મા વિભાગના વરિષ્ઠ અધિકારીઓના ત્રાસથી યુવતી પરેશાન હતી. અધિકારીઓ મોડે સુધી ઓફિસમાં બેસી રહેતા. નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી.
આ અંગે રાનીના પિતા વેદરામ શર્માએ જણાવ્યું કે, તે છેલ્લા દોઢ મહિનાથી ડિપ્રેશનમાં હતી. તેમના પર અગ્ર સચિવ સંજય શુક્લા અને તેમના મદદનીશ અધિકારીના કામનું દબાણ હતું. જ્યારે પણ તે ફોન પર વાત કરતી હતી ત્યારે તે કહેતી હતી કે તેને વારંવાર નોકરીમાંથી કાઢી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. એવું કહેવાય છે કે જો તમે કામ નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. પ્રિન્સિપલ સેક્રેટરી સંજય શુક્લા, તેમના આસિસ્ટન્ટ સામે પગલાં લેવા જોઈએ.
વ્યાપક તપાસની માંગ:
રાનીના ભાઈ પુષ્પરાજ શર્માએ જણાવ્યું કે તેની બહેન અભ્યાસમાં ઘણી હોશિયાર હતી. આ નોકરીમાં જોડાતા પહેલા તેણે ઘણી સરકારી પરીક્ષાઓ આપી હતી. જેમાં તેની પસંદગી પણ થઈ હતી. તે આપઘાત કરી લે એટલી કમજોર ક્યારેય ન હતી. કામના સ્થળે તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ જ કારણ છે કે આ બાબતની વિસ્તૃત તપાસ થવી જોઈએ. પ્રિન્સિપલ સેક્રેટરી સંજય શુક્લા, તેમના આસિસ્ટન્ટ સામે પગલાં લેવા જોઈએ.
પરિવારે તપાસમાં ગંભીર આક્ષેપો કર્યા હતા:
નોંધપાત્ર વાત એ છે કે આ ઘટના બાદ પરિવારજનોએ પોલીસની કામગીરી પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓનો આરોપ છે કે, પોલીસ આ સમગ્ર મામલાને અકસ્માતમાં ફેરવવા માંગે છે, જે ક્યાંક મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં આ મામલાની તપાસ મોટા સ્તરે થવી જોઈએ જેથી તેમની પુત્રી રાનીને ન્યાય મળી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.