સંતોની આ પવિત્ર ભૂમિ પર સૌ કોઈ ભક્ત દેવી દેવતાઓ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ત્યારે આ ઘોર કળયુગમા માં મોગલ(Mogal ma) નો મહિમા અપરંપાર છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.
માતા મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે. માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે.
એવામાં આજે અમે તમને એવા જ એક કિસ્સો વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવક દસ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ ધામમાં આવી પહોંચ્યો હતો. ત્યારે મણિધર બાપુએ કહ્યું કે બેટા તું શાની માનતા માની હતી, ત્યારે યુવકે કહ્યું કે મારા લગ્ન થતા ન હતા. આ માટે તો તે માટે મેં ઘણા પ્રયત્નો કર્યા તો પણ મારા લગ્ન ના થયા. તેથી મારા લગ્ન થઇ જાય તે માટે આખરે મેં માં મોગલને યાદ કરીને માનતા માની હતી.
આ યુવકે માં મોગલએ કહ્યું કે, હે માં મોગલ જો મારા લગ્ન થઇ જાય તો હું તમારા મંદિરમાં આવીને દસ હજાર રૂપિયા ચઢાવીશ. ત્યારબાદ માનતા માન્યાના થોડા જ સમયમાં આ યુવકની સગાઈ થઇ ગઈ અને કોઈપણ જાતની તકલીફ વગર યુવકના લગ્ન થઇ ગયા. તેથી માં મોગલે આ યુવકની અધૂરી ઈચ્છા પુરી કરી તો તરત જ યુવક માં મોગલના ધામમાં આવી પહોંચ્યો અને મણિધર બાપુને દસ હજાર રૂપિયા આપ્યા હતા.
આ દરમિયાન મણિધર બાપુએ તે પૈસા પાછા આપીને કહ્યું કે આ પૈસા તું તારી બહેનને આપી દેજે. માં મોગલે તારી માનતા ૧૫૧ ગણી સ્વીકારી, આ કઈ ચમત્કાર નથી માં મોગલ પર વિશ્વાસ રાખવાથી આ માનતા પુરી થઇ છે. તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. આ તો આપનારી આઈ છે. આ રીતે માં મોગલે આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.