આપ સૌને ખબર જ હશે કે, ચેલા ઘણા સમયથી ટેલિવિઝન પર પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચન સંચાલિત ‘કોન બનેગા કરોડપતિ’ ની સીઝન દર વર્ષે આવતી હોય છે. આ શોમાં પહોંચવું કેટલાક લોકોનું સ્વપ્ન હોય છે ત્યારે અસ શોને કારણે ઘણા લોકોની કિસ્મત રાતોરાત પણ ચમકી ઉઠી છે.
અહીં સુધી પહોંચવું એ ખુબ ગૌરવની વાત કહેવાય. રાજ્યનાં ભાવનગર જીલ્લામાં આવેલ સિહોરના યુવાન અમિતભાઇ જાદવને ‘કોન બનેગા કરોડપતિ’ સુધી પહોંચવામાં સફળતા મળી છે. સિહોરના સ્નાતકની ડિગ્રી મેળવેલા અમિતભાઇ જાદવની કોન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી. હાલમાં બિગ બી સાથે તેઓની મુલાકાત સંભવ બની છે.
આ વર્ષ દરમિયાન સમગ્ર દેશમાંથી કુલ 1.60 કરોડ લોકોએ ‘કોન બનેગા કરોડપતિ’ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી રેન્ડમલી 30 લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. આમાંથી પણ કુલ 30,000 લોકોની પસંદગી કરવામાં આવી હતી.
ત્યારપછી ફક્ત 10 સેકન્ડમાં 3 સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે જેમાંથી 3,000 લોકોની પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારપછી ઓનલાઇન 20 પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે 1,200 લોકોને રૂબરૂ બોલાવવામાં આવે છે.
જેમાં અમિત જાદવને ઉત્તરપ્રદેશમાં આવેલ લખનૌમાં બોલાવવામાં આવ્યો હતો. આ 1,200માંથી ફાઇનલ રાઉન્ડ માટે 150 લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ 150 લોકોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જેમાં અમિતભાઇ પણ પોતાના પરિવારની સાથે મુંબઇ ગયા હતા. જયાં તેઓ ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડની હોટ સીટ પર બિરાજમાન થયા હતા પણ કમનસીબે તેઓ હોટ સીટ પર બિરાજમાન થઇ શકયા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.