સુરત શહેરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં દેલાડનાં યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે એક્સરે કઢાવી તપાસ કરતા પેટમાં સ્ટીલનો ગ્લાસ હતો. પ્રાથમિક સારવારમાં ગ્લાસને કાઢવાની કોશિશ નિષ્ફળ રહી હતી, છેવટે ઓપરેશન કરી બહાર કાઢયો હતો.
સાયણની હોસ્પિટલમાં દાખલ29 વર્ષીય યુવાન ભીમ જગન્નાથ શાહ જે મૂળ બિહારનો વતની છે. તેના કહેવા મુજબ તે ગત 31મીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલ ખાતે લાવતા તબીબે સીટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટના ભાગે સ્ટીલનો પદાર્થ હોવાનું નોધાયું હતું, જેમાં ફરીથી ડોક્ટરે એક્સરે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું. ડોક્ટરે બીજી વખત એક્સરે કઢાવતા ચોકસ થયું કે પેટમાં ગ્લાસ છે. આ જાણીને તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા કે સ્ટીલનો ગ્લાસ પેટમાં ગયો કેવી રીતે. આખરે ઓપરેશન કરી આ ગ્લાસ ને બહાર કાઢવામાં આવ્યો છે.
9 સેમી લાંબો ગ્લાસ પેટમાં
તબીબોના મતે યુવકના પેટમાં ગ્લાસ 9 સેમી લાંબો અને 7 સેમી ઉપરનો પહોળો તેમજ તળિયાનો ભાગ 4.5 સેમી હતો. જે ગ્લાસ 30 તારીખથી 1 તારીખ સુધી 3 દિવસ સુધી ભીમના પેટમાં હતો. ગ્લાસનો કેટલોક ભાગ તૂટેલો લાગે છે, જે ડોક્ટરે કાપીને કાઢવાનો પ્રયત્ન કરેલ, પણ ન નીકળતા ઓપરેશન કરવું પડ્યું હતું.
સેક્સ્યુઅલ વિચારમાં આવીને મળમાર્ગે દાખલ કરાયો હોય શકે
તબીબોની વાત માનીએ તો મળમાર્ગે દાખલ કરાયો હોઇ શકે છે. યુવકે પેટમાં ગ્લાસ નાખી દેવાની પ્રથમ ઘટના છે, આવી ઘટના બનવાના અનેક કારણો છે. સેક્સ્યુઅલ વિચારમાં આવેશમાં આવીને પણ આવું કરી શકે, મળમાર્ગથી ખેચીને કાઢવાનો પ્રયત્ન કરેલ, પણ ગ્લાસ મોટો હોવાથી આવું શક્ય ન થતા અંતે ઓપરેશન કરી કાઢ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.