અમદાવાદની સાણંદ ચોકડી ઉપર 3 RTO ઇન્સપેક્ટરને માથાભારે શખ્સોએ માર્યો માર

અમદાવાદની સાણંદ ચોકડી પર આરટીઓ ઇન્સપેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદની આરટીઓ કચેરીમાંથી સાણંદના ટોલ પ્લાઝા પર ફરજ બજાવતાં 3 RTO ઈન્સ્પેક્ટર પર…

અમદાવાદની સાણંદ ચોકડી પર આરટીઓ ઇન્સપેક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદની આરટીઓ કચેરીમાંથી સાણંદના ટોલ પ્લાઝા પર ફરજ બજાવતાં 3 RTO ઈન્સ્પેક્ટર પર ત્રણ અલગ અલગ વાહનોમાં ધસી આવેલાં 7 જેટલાં માથાભારે શખ્સોએ તમે અમારી લોકલ ગાડીઓને કેમ મેમો આપો છો તેમ કહીને મારામારી કરી હતી. તકરાર દરમિયાન એક શખ્સે ધોકામાં લગાવેલાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં એક ઈન્સ્પેક્ટરને હાથના ભાગે ઈજા પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા. આ હુમલામાં ઇન્સપેક્ટર સહિત 3 અધિકારીઓને ગંભીર ઇજા પહોંચી છે. બનાવની જાણ થતાં અમદાવાદ આરટીઓ લીબાસીયા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઇન્સપેક્ટરને સારવાર માટે બોપલની હોસ્પિટલ ખસેડાયા હતા.

મળતી માહિતી અનુસાર અમદાવાદ સાણંદ ટોલપ્લાઝા પાસેઆરટીઓ ઇન્સપેક્ટર સાણંદ ચોકડી પાસે ગજરાત અને ગુજરાત બહારથી આવતા ટ્રાન્સપોર્ટનું ચેકીંગ કરતા હતા. તે દરમિયાન ઓવર લોડ અથવા તો વાહનના દસ્તાવેજ ન હોય તેવા ટ્રાન્સપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ચેકીંગ દરમિયાન એક ટ્રાન્સપોર્ટ સાથે રકઝક થઈ હતી. આ રકઝક દરમિયાન ત્રણ અલગ અલગ કારમાં આવેલાં અસામાજિક તત્વો દ્વારા RTO ઈન્સ્પેક્ટર ઉપર હુમલો કર્યો હતો. ઈન્સ્પેક્ટર ચૌધરી, ઈન્સ્પેક્ટરર રોહિત અને ઈન્સ્પેક્ટર ઝાલા ઉપર માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા તિક્ષણ હથિયાર વડે હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ઈન્સ્પેક્ટરને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

ઘટનાની જાણ થયા બાદ સાણંદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ઘટનાને અંજામ આપનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજનાં આધારે આરોપીઓને શોધી કાઢવા પોલીસે તપાસ શરૂ કરી છે. કુલ સાત લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અને તમામ લોકોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવતી ચોરીને લઈ આરટીઓ ઇન્સપેક્ટર દ્વારા હાઇવે પર 24 કલાક ચેકીંગ કરવામાં આવતું હોય છે. પરંતુ કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી .આજે પણ ચેકીંગ દરમિયાન હુમલો થયો ત્યારે સ્વબચાવ માટે આરટીઓ ઇન્સપેક્ટર પાસે કોઈ સુવિધા ન હતી.

મહત્વપૂર્ણ છે કે આવી ઘટના વારંવાર બની રહી છે તેમ છતાં ઇન્સપેક્ટરોને કોઈ સુરક્ષા આપવામાં આવતી નથી. આ પહેલા સનાથલ ટોલનાકા ખાતે આરટીઓ અધિકારી ઉપર પણ હૂમલો કરવામાં આવ્યો હતો. છોટા ઉદેપૂર ખાતે બે અધિકારીઓ સામે માથાભારે શખ્સો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો હતો પરંતુ માથાભારે શખ્સો સામે નક્કર પગલાં ભરતા નથી. જેના કારણે ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો થવાની ઘટના વારંવાર બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *