સતના: હાલમાં ફરી એકવાર જાહેરમાં મારપીટ અને તોડફોડનો મામલો સામે આવ્યો છે. જેમાં કોટોર આબેરમાં રહેતા એક યુવક પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, દબંગ તેણે અપશબ્દ આપતો હતો અને માર મારતો હતો. યુવાન પર લાત, મુક્કા, લાકડીઓ, ચપ્પલ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. પીડિત હાથ જોડીને રડી રહ્યો છે કે, ભગવાન માટે મને છોડી દો, પરંતુ આ નિર્દય શખ્સો તેને મારતા રહ્યા અને વિડીયો પણ જાતે જ બનાવ્યો.
આ બનાવ 4 દિવસ જૂનો છે. બુધવારે સાંજે વીડિયો સામે આવ્યા બાદ આ મામલો ખુલ્યો હતો. 20 વર્ષીય દીપક પુત્ર શૈલેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, તેના મિત્ર આદર્શ સિંહ અને ધરમપાલ સિંહ સાથે ગૌરઈયા ગામ થઈને રીવા જઈ રહ્યો હતો. તે ગૌરઈયા બ્રિજ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જૂની દુશ્મનાવટને કારણે વિનય પાલે તેને રસ્તામાં જ રોકી લીધો. તેમની સાથે હિમાંશુ તિવારી, નીરજ સિંહ અને મલખાન સિંહ પણ હતા.
પીડીતને આ શખ્સોએ જબરદસ્તી પોતાની બાઈક પર બેસાડી દીધો અને એક મંદિરની પાસે લઇ જઈને આદર્શ અને ધર્મપાલને ત્યાં જ બેસવાનું કહ્યું. ત્યારબાદ પીડીતને અપશબ્દો આપવા લાગ્યા અને લાટ-મુક્કા, ચંપલથી માર મારવા લાગ્યા. એટલું જ નહીં, આ પછી તે નજીકથી લાકડી લઈને આવ્યો અને તેને લાકડી વડે માર માર્યો. તેનાથી પણ તેનું મન ન ભરાયું તો આરોપી તેને નદીમાં લઈ ગયો અને ત્યાં ડુબાડી દેવાની વાત કરવા લાગ્યો.
પીડિત માત્ર રડતો રહ્યો અને ક્ષમા માટે વિનંતી કરતો રહ્યો. આ દરમિયાન, આરોપીઓએ પોતે જ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ દીપક તેની પકડમાંથી છૂટી ગયો અને ઘરે પહોંચ્યો. બાદમાં હિંમત સાથે તે કોટોર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની આપવીતી સંભળાવી. બુધવારે સાંજે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય બની હતી.
કોટોર પોલીસ સ્ટેશનના પ્રભારી શૈલેન્દ્ર પટેલે કહ્યું, દીપકે 24 ઓગસ્ટે આ મામલે ફરિયાદ કરી હતી. તેના આધારે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. બે આરોપી વિનય પાલ અને મલખાન સિંહની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.