સામાન્ય રીતે પોલીસ(Police) લોકોની સુરક્ષા માટે હોય છે. પરંતુ ઘણી વાર તેઓનો રૌફ પણ જોવા મળતો હોય છે. હાલમાં એવો જ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બલરામરૂપ (Balramarupa)નો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં ઈન્સ્પેક્ટરે(Inspector) યુવક પર પિસ્તોલ તાકી હતી. જેથી ડરેલો યુવક માફી માંગી રહ્યો હતો અને જીવની આજીજી કરી રહ્યો છે. પરંતુ ઇન્સ્પેક્ટર તેને દબાણ કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરવાની વાત કરી છે.
खाकी की गुंडई… बाइक भिड़ने से तिलमिलाए नशे में धुत दारोगा ने युवक पर तानी अपनी सर्विस पिस्टल@Uppolice @lkopolice @myogiadityanath #balrampur #crime pic.twitter.com/qYgRrtiGZX
— Anurag Gupta (@anuragupta06) July 13, 2022
જિલ્લાના હરરૈયા પોલીસ સ્ટેશનમાં તૈનાત ઈન્સ્પેક્ટર અરુણ ગૌતમ બાઇક પર પીપલ તિરાહે પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઈન્સ્પેક્ટરની બાઈક મોહિત કુમાર દીક્ષિત નામના યુવક સાથે અથડાઈ હતી. જેમાં ઈન્સ્પેક્ટરને પણ ઈજાઓ થઈ હતી. જેથી ગુસ્સે ભરાયેલા ઈન્સ્પેક્ટરે યુવકને ખરાબ રીતે માર માર્યો હતો અને તેની તરફ સર્વિસ રિવોલ્વર પણ તાકી હતી.
યુવકે ઈન્સ્પેક્ટરને સારવાર માટે પૈસા પણ આપ્યા હતા. જે બાદ મામલો શાંત થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્સ્પેક્ટર નશામાં હતો અને યુવક, જેની બાઇકથી તેનો અકસ્માત થયો હતો, તે બંધન બેંકમાં રિલેશનશિપ ઓફિસર રિકવરી તરીકે તૈનાત છે. આ ઘટના બાદ યુવક એટલો ડરી ગયો છે કે તે કંઈ બોલી શક્યો નહોતો. ASP નમ્રતા શ્રીવાસ્તવે ઈન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.