આજકાલનું યુવાધન ફેમસ(famous) થવા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. તેમજ આજના યુવાઓને રીલ(Reels) બનાવવાનું ઘેલું લાગેલું છે. જેના કારણે તેઓ ઘણી વાર પોતાના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ચકચારી ઘટના સામે આવી છે.
પંજાબ (Punjab)ના લુધિયાણા (Ludhiana)માં ટ્રેનમાં સ્ટંટ કરતી વખતે યુવકે જીવ ગુમાવ્યો છે. આ યુવકનો વીડિયો સામે આવ્યો છે. આ પહેલી ઘટના નથી, જેમાં થોડીક સેકન્ડની રીલ અને સોશિયલ મીડિયા(Social media) ફેમની કિંમત લોકોએ જીવ આપી ચૂકવી છે. અવાર નવાર આવી ઘણી ઘટનાઓ સામે આવતી જ રહે છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ યુવક દિલ્હી જઈ રહેલી માલવા એક્સપ્રેસમાં ચઢ્યો હતો. આ દરમિયાન યુવક ટ્રેનના દરવાજા પાસે ઊભો રહી બહારની તરફ લટકાઈને સ્ટંટ કરી રહ્યો હતો. જયારે બીજા દરવાજેથી બીજો યુવક વીડિયો ઉતારી રહ્યો હતો. આ સમયે બહાર થાંભલો આવતા યુવક જોરથી આ થાંભલા સાથે અથડાય છે. તેનું માથું થાંભલા સાથે એટલું ખરાબ રીતે અથડાયું કે તેના હાથથી ટ્રેનનો દરવાજો છૂટી ગયો અને તે ઊછળી નીચે પડી ગયો.
આ ઘટનાની જાણ વિડીયો બનાવી રહેલા યુવકે અન્ય યાત્રીઓને કરી હતી. ત્યારબાદ તે લોકોએ સ્ટેશન માસ્ટર સાથે સંપર્ક કર્યો અને ટ્રેન રોકવામાં આવી. યુવકના મૃતદેહને ખન્નાની હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. તેમજ યુવક પાસેથી મોબાઈલ, ID જેવી કોઈ વસ્તુ મળી નથી, આથી હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.