આજકાલ વધતા બળત્કાર અને છેડતીના કેસો દરમિયાન ફરી વાર એક એવો બનાવ બન્યો છે જેમાં અમદાવાદમાં મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે પોલીસ જવાનની પત્નીની જ છેડતી કરવામાં આવી છે. પોલીસ પરિવારની સ્ત્રીની છેડતીની ઘટનાથી અમદાવાદ પોલીસ બેડામાં હોબાળો મચી જવા પામ્યો છે. શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની પત્ની ડોક્ટર પાસે દવા લેવા માટે ગઈ હતી.
જોકે, ડોક્ટરને ત્યાં લાંબી લાઇન હોવાથી પોતાનો કેસ નોંધાવીને તેઓ નીચે શાકભાજી ખરીદવા માટે આવ્યા હતા. નીચે લારીમાં તેઓ જ્યારે શાક લેવા માટે ગયા તે દરમિયાન શાકભાજીની લારી નજીક ઉભેલા વ્યક્તિએ કહ્યું કે, બોલો તમારે શું લેવું છે? જેથી મહિલાએ સવાલ કરતા આ વ્યક્તિ આવેશમાં આવી મહિલાને ચાલ મારી સાથે એમ કહીને બબાલ કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. જયારે અમુક લોકોનું કહેવું છે કે, યુવકે મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરી હતી.
વધુમાં ઘટના અંગે જાણવા મળ્યું છે કે, શહેરની ગાયકવાડ પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારીઓ સેક્ટર-1ના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ પોતાની પત્ની સાથે રામબાગ વિસ્તારમાં ડોક્ટરને ત્યાં દવા લેવા માટે ગયા હતા. પત્નીને ડોક્ટરને ત્યાં ઉતારીને તેઓ સરકારી કામ માટે નીકળી ગયા હતા.
દવાખાને સમય લાગે તેમ હોવાથી તેઓ તેઓ શાકભાજી લેવા માટે ગયા હતા. શાક લેતા સમયે લારીની બાજુમાં ઉભેલા એક શખ્સે ખુબ જ વિચિત્ર ટોનમાં તમારે શું લેવું છે? તેવું કહેતા મહિલા દ્વારા તેનો પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્સ શબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતાબેન નામની મહિલાઓએ પણ તેની માથાકુટ ચાલુ કરી હતી.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ વ્યક્તિએ બોલાવેલી મહિલાઓએ પણ ભેગા થઇને પોલીસ કર્મચારીની પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ધક્કે ચડાવ્યા હતા. મહિલાના ગળામાંથી અને હાથમાંથી 1.30 લાખના દાગીના તોડી નાખ્યા હતા અને લઇ લીધા હતા. માથાકુટ વધતા તે મહિલાએ પોતાનાં પતિને ફોન કરતા તે ઘટના સ્થળે પહોચ્યા હતા. ટોળા સાથે માથાકુટ વધતા મહિલા દ્વારા છેડતી, મારામારી, ચેઇન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.