ઓનલાઈન મુરતિયા શોધતી છોકરીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, યુવકે લગ્નની લાલચ આપી ઘણીવાર શરીરસુખ માણ્યું અને…

આજના સોશિયલ મીડિયાના સમયમાં ડેટિંગ એપ્સ અને Shaadi.com જેવી મેટ્રોમોનિયલ સાઈટ યુવક અને યુવતીઓમાં ઘણી લોકપ્રિય બની ચુકી હોય છે. પણ આવી વેબસાઈટ પર અનેકવાર…

આજના સોશિયલ મીડિયાના સમયમાં ડેટિંગ એપ્સ અને Shaadi.com જેવી મેટ્રોમોનિયલ સાઈટ યુવક અને યુવતીઓમાં ઘણી લોકપ્રિય બની ચુકી હોય છે. પણ આવી વેબસાઈટ પર અનેકવાર યુવતીઓને ફસાવવાની ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં Shaadi.com પર યુવતીનો પરિચય યુવક સાથે થયો હતો. યુવકે લગ્નની લાલચ આપી અનેકવાર તેની સાથે શરીરસુખ માણ્યું હતું. પણ યુવકે લગ્નની ના પાડી દેતાં આ મામલે યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.(DEMO PIC)

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીનો પરિવાર લગ્ન માટે યુવક શોધતા હતા. આ દરમિયાન ખાનગી કંપનીમાં કામ કરતી ટેક સેવી યુવતીએ મેટ્રોમોનિયલ સાઈટ Shaadi.com ઉપર પણ પોતાની પ્રોફાઈલ બનાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ દરમિયાન તેને પોતાની જ મરાઠી જ્ઞાતિના યુવક સાથે પરિચય થયો હતો. Shaadi.com માંથી પરિચય બાદ યુવક અને યુવતી વચ્ચે મુલાકાત થઈ હતી. જે બાદ બંને ધીમે ધીમે નજીક આવતા ગયા. અને યુવકે યુવતી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો.(DEMO PIC)

Shaadi.com માંથી પરિચય થતાં યુવતી યુવક સાથે લગ્નનાં સપનાં જોતી હતી. તેણે તરત જ આ પ્રેમનો સ્વીકાર કરી લીધો. પણ યુવકના મનમાં તો કાંઈક અલગ જ ચાલતું હતું. પ્રેમ અને લગ્નનાં નામે યુવકે યુવતીને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કરી દીધું. જ્યારે યુવકને લાગ્યું કે યુવતી પોતાની જાળમાં ફસાઈ ગઈ છે, તે બાદ યુવક યુવતીને લગ્ન કરીશું તેવી લાલચ આપીને હોટલમાં લઈ જઈ શરીરસુખ માણવાનું ચાલુ કરી દીધું. યુવતી પણ ખુશી-ખુશી યુવકની સાથે હોટેલમાં જતી હતી. બાદમાં તો અનેકવાર યુવકે યુવતીને હોટલમાં લઈ જઈ શરીરસુખ માણ્યું. પણ જ્યારે-જયારે યુવતી લગ્નની વાત કરતી ત્યારે-ત્યારે યુવક ગમે તેમ કરીને આ વાત ટાળી દેતો હતો. અને આવું ખુબ ચાલતા અંતે તો યુવકે લગ્ન માટેની જ ના પાડી દીધી હતી.(DEMO PIC)

શારીરિકસુખ માટે જ યુવકે પોતાની સાથે સંબધ રાખ્યો હોવાની વાત સમજાતાં યુવતીનાં સપનાં તૂટી ગયા હતા. પણ સમાજમાં બદનામી થશે તે ડરથી યુવતી ચૂપ બેસી ન રહી. તેણે આ યુવકને શબક શીખવાડવાનું નક્કી કર્યું. અને અન્ય કોઈ યુવતી આ રીતે યુવકની જાળમાં ન ફસાઈ તે માટે તેણે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *