જામનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જામનગર(Jamnagar)ના હાપા(Hapa) વિસ્તારમાં ગઈ કાલે બપોરના સમયે ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, એક વર્ષ પહેલા પ્રેમલગ્ન(Love marriage) કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે મૃતકના પરિવારજનોએ યુવતીની માતાને મોતને ઘાટ ઉતારતા હોબાળો મચ્યો છે. પ્રેમલગ્નના કારણે ડબલ મર્ડર થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ(Police) દ્વારા બંને હત્યાના આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સોમરાજ ગઈ કાલે હાપા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સાસરા પક્ષના લોકો દ્વારા તેના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી સોમરાજ જીવ બચાવવા રોયલ એનફિલ્ડના શો રૂમની અંદર ઘુસી ગયો હતો. તેની પાછળ પાછળ પહોંચેલા હત્યારાઓ સોમરાજની શોરૂમની ઓફિસની અંદર જ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સોમરાજની હત્યા કરવામાં આવી હોવાની તેમના પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક રોયલ એનફિલ્ડના શો રૂમ પર દોડી આવ્યા હતા. આરોપીઓ હત્યા કરી ફરાર થઈ ગયા હોવાથી સોમરાજના પરિવારજનો યોગેશ્વરધામમાં આવેલ આરોપીઓના ઘર પર પહોંચ્યા હતા. જ્યારે મૃતક સોમરાજના સાસુએ જ તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, પ્રેમલગ્નની અદાવત રાખી ખેલાયેલા ખૂની ખેલમાં બે લોકોને મોતને ઘાત ઉતારાતા પોલીસ દ્વારા બંને પક્ષના આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સોમરાજે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારજનો નારાજ હતા. જેનો ખાર રાખી આજે સોમરાજની હત્યા નિપજાવવામાં આવી હતી. આ ઉપરાંત, સોમરાજની પત્ની પ્રેગનન્ટ હોવાનું પણ સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.