મોતનો LIVE મંજર કેમેરામાં કેદ- થોડા દિવસોમાં ભાઈના લગ્ન હતા ને નશામાં ધુત કારચાલકે અડફેટે લઈ બહેનને આપ્યું મોત

વેરાવળ(ગુજરાત): આજકાલ સતત વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે(Veraval-Kodinar Highway) પર એક ક્રેટા કારના ચાલકે નશો…

વેરાવળ(ગુજરાત): આજકાલ સતત વધી રહેલા અકસ્માત(Accident)ના બનાવો દરમિયાન ફરીવાર એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે(Veraval-Kodinar Highway) પર એક ક્રેટા કારના ચાલકે નશો કરી અકસ્માત સર્જતાં રિક્ષામાં સવાર નગરસેવિકાની પુત્રીનું કરુણ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જનાર કારની સ્પીડ એટલી હતી કે ડિવાઈડર(Divider) કૂદી કાર બીજી તરફ આવી ગઈ હતી અને રિક્ષા(Rickshaw)ને અડફેટે લીધી હતી.

મૃતક યુવતીના ભાઈના લગ્ન(Marriage) આવી રહ્યા હોવાથી તે પરિવારજનો સાથે કંકોત્રી આપી પરત ફરી રહી હતી. અકસ્માતની જાણ થતા પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી(CCTV)માં કેદ થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવે પર અમરાપુર ફાટક પાસે વેરાવળથી કોડીનાર તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી ક્રેટા કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને સામેની બાજુ ઠેકીને રોંગ સાઈડ આવતી રિક્ષાને ટક્કર મારી હતી. જેના કારણે વેરાવળ નગરપાલિકાના કાઉન્સિલર કમળાબેન ફોફંડીની પુત્રી રોશનીબેન ફોફંડી (ઉંમર 22)નું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જ્યારે તેના પરિવારનાં શ્રદ્ધાબેન ફોફંડી (ઉં.વ.17), પાનીબેન ફોફંડી (ઉં.વ.30), મનીષાબેન ફોફંડી (ઉં.વ.20), કિષ્નાબેન ફોફંડી (ઉં.વ.16) સહિત સાતેક વ્યક્તિને ઇજાઓ થતા વેરાવળની આદિત્ય બિરલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. એ પૈકીના રિક્ષાના ચાલકને જૂનાગઢ અને બીજી અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.

આ અકસ્માત અંગે સુત્રાપાડાના પીએસઆઈ હેરમાએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જનાર ક્રેટા કારનો ચાલક નશાની હાલતમાં હોવાથી તેની સામે પ્રોહિબિશન અને અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જનાર શખસ સારા ગામનો હોવાનું અને તેની વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. જેથી તે વેરાવળ શું કરવા આવ્યો હતો? નશો ક્યાં અને કોની સાથે કર્યો એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળ્યું છે કે, અકસ્માત સ્થળ નજીક એક સ્થળે લાગેલા સીસીટીવીમાં સમગ્ર અકસ્માતની ઘટના કેદ થઈ ગઈ છે જે સામે આવી છે. તેમાં જોઈ શકાય છે કે, પૂરપાટ આવતી ક્રેટા કારના ચાલકે કાબૂ ગુમાવી ડિવાઈડર ઠેકી સામેથી આવી રહેલી પ્યાગો રિક્ષાને ધડાકાભેર અડફેટે લેંતા ગલોટિયું મારી ગઈ હતી. આ અકસ્માતના પગલે આસપાસની હોટલોમાંથી રાહદારી લોકો દોડી જઈ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *