શરુ બાઈકે પ્રેમી પંખીડાએ પાર કરી તમામ હદો, બંને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે ભૂલ્યા ભાન- જુઓ વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાઈરલ થતા હોય છે. આ દરમિયાન હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ…

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાઈરલ થતા હોય છે. આ દરમિયાન હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ ચાલુ બાઈક પર ફિલ્મી રીતે રોમેન્સ કરી રહ્યું છે. રોમાન્સની તમામ  હદો પાર કરતો આ 14 સેકન્ડનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. કપલની આ બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. હાલ પોલીસ આ કપલની શોધમાં લાગી છે.

મળતી માહિતી મુજબ, આ વીડિયો મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના વીઆઈપી રોડનો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવતી બાઈકની ટાંકી પર બેઠી છે અને તેનું મોઢું બાઈક ચલાવતા યુવક સામે છે. યુવક પણ સામે બેઠેલી યુવતીને ગળે લગાવીને બાઈક ચલાવી રહ્યો હોવાનું જોવા મળે છે.

જ્યારે બંને વીઆઈપી રોડ પર જતી એક કારની નજીક પહોંચ્યા તો કારચાલકે તેમનો વીડિયો બનાવી લીધો હતો.  આ વિડીયોમાં બાઈક પર યુવતી યુવકને ચોંટીને બેઠેલી જોવા મળે છે. આ સમગ્ર મામલે ભોપાલ નોર્થના એસપી વિજયકુમારે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ખતરનાક ઢબે બાઈક ચલાવનારા યુવકનો વીડિયો વાયરલ થયો છે.

હાલ આ વીડિયો કેવી રીતે બન્યો, કોણે બનાવ્યો અને બાઈક પર જોવા મળી રહેલા યુવક યુવતી કોણ છે તેની જાણકારી મળી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસ વીઆઈપી રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી બાઈકનો નંબર ટ્રેસ થઈ જાય અને યુવક યુવતીની ઓળખ થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *