આજકાલ એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં યુવક અને યુવતી ભાગી જતા હોય છે. પરંતુ, હવે તો ટાબરિયઓ પણ ભાગી જવાના કિસ્સા સામે અવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક 25 વર્ષની યુવતી 17 વર્ષના કિશોરને ભગાડીને લઇ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આણંદના આંકલાવમાં એક 17 વર્ષનો સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ વિચાર્યું પણ નહોતુ. મહિલા સાથે દુષ્કર્મ અને જાતિય સંબંધ માટે બળજબરી જેવા કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતાં હોય છે.
આ દરમિયાન આવી માનસિકતા ધરાવતા લોકો સામે પોક્સો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ, આણંદના આંકલવના બિલપાડ ગામે થોડી વિચિત્ર ઘટના બની. જ્યાં એક 25 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી ગઈ. સગીરના પિતાની ફરિયાદ બાદ બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અજબ પ્રેમની ગજબ કહાની જેવા આ કિસ્સાની શરુઆત સગીર જ્યારે નર્સરીમાં નોકરી કરતો હતો ત્યારથી તે સગીરને 25 વર્ષની એક યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવતીએ પણ સગીરને લગ્નની લાલચ આપી અને બસ દુનિયા ભૂલી બંનેએ સાથે જીવવા મરવાના કોલ લીધા હોય તેમ ઘરેથી ભાગી જવાનો નિર્ણય કર્યો હતો.
જાણવા મળ્યું છે કે, સગીર ઘરેથી 5 હજાર રૂપિયા અને યુવતી ઘરેથી 7 હજાર રૂપિયા લઈ ભાગી હતી. બંને સુરતના વરાછામાં ગયા અને ત્યાં ભાડાના મકાનમાં રહેવાનો નિર્ણય કર્યો. ભાડાના મકાનમાં રહેવા માટે ત્રણ મહિનાનું એડવાન્સ ભાડું પણ આપી દીધુ હતું.
ત્યારબાદ સગીર અચાનક ગાયબ થતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પરિવારજનોને યુવતી સાથેના પ્રેમસંબંધ અંગે જાણ થઈ અને યુવતી પણ ગાયબ થયાની જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ બાદ સુરતના વરાછા હોવાનું જાણમાં આવ્યું અને બંનેને પકડી આંકલાવ લાવવામાં આવ્યા હતા.
પોલીસને મળેલી માહિતી મુજબ, યુવતીના બે વખત લગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા છે અને હાલ તેની સગાઈ પણ થઈ છે. તેમ છતાં તેણે સગીરને ટાર્ગેટ બનાવ્યો હતો. તેથી પોલીસ દ્વારા પણ આ ગંભીર ગુનો ગણી યુવતી સામે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.