સફળતા મેળવવા દિનરાત મહેનત કરવી પડે છે, તેવું કહેનાર આખી જિંદગી વાતો જ કર્યા રાખે છે, પરંતુ કોઈ એ કરવા માંગતું નથી. ઘણા એવા લોકો થઇ ગયા જેઓએ દુનિયાથી કઈ અલગ કરીને રાતોરાત માલામાલ થઇ ગયા હોય. હાલ આવા જ એક શખ્શની વાત અહિયાં કરવાના છીએ, જેના એક વિચાર અને અમલથી આજે સફળતાના વાદળોમાં ઉડવા લાગ્યો છે.
આપણી નજર સમક્ષ એવા ઘણાં લોકો હોય છે જે પર્યાવરણનો બચાવ કરવા માટે પ્રવુતિઓ કરતા હોય છે અને તેમાં સફળતા પણ મળતી હોય છે. ઘણી વખત આવી જ પ્રવુતિ લોકોનું જુનુન બની જાય છે. આવો જ એક કિસ્સો રાજુ સાથે થયો હતો. આ યુવક મકાઈના છોતરામાંથી ઇકોફ્રેન્ડલી બોલપેન બનાવે છે.
આ બોલપેનની કિંમત તેને દસ રૂપિયા રાખી હતી. આ બોલપેન બનાવતા તેને માત્ર 10 મિનીટ લાગે છે. આ પેનના બહારથી પણ ઑડર આવે છે. રાજુએ બનાવેલી આ બોલપેન આઈએએસ સત્પંથીની ઓફિસમાં પણ આપી હતી. આ બોલપેન બનાવવા પાછળ રાજુનો ઉદ્દેશ પ્રદુષણમાં વધારો થતો અટકાવવાનો હતો. તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખુબ ઓછો થતો હતો.
રાજુએ આ ઇકોફ્રેન્ડલી સાઇકલ બનાવવાની કલા શાળા ચાલુ હતી ત્યારે શીખી હતી. આ પેન બનાવીને તે રોજગારી પણ મેળવી રહ્યા હતા. અને ઘણી કમાણી પણ આ પેનથી થતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.