કોરોના વચ્ચે ગાંધીધામના યુવાને સતત 6 મહિના સુધી એક પ્રોડક્ટ પર સંશોધન કરીને છેવટે એવું મશીન બનાવ્યું, કે જે ચીન અથવા તો જાપાનથી આયાત કરવામાં આવે તો કુલ 8 લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે પરંતુ સ્થાનિક ધોરણે આ યુવાને ફક્ત 35,000 રૂપિયામાં પડે એવી સ્ક્રીનિંગ પ્રિન્ટિંગ મશીનનું નિર્માણ કર્યું હતું.
પ્રિન્ટિંગ ક્ષેત્ર સાથે ખુબ લાંબા સમયથી સંબંધિત તથા સામાજિક સ્તરે પણ કાર્યરત પ્રવીણભાઈ શામજીભાઈ નીંજારે કોરોનાકાળમાં સતત ફેલાતી જતી બેકારી તથા તેમના વ્યવસાયમાં પણ હાથમાં કેમિકલ લાગવાને લીધે કારીગરોને પહોંચતા શારીરીક નુકશાનથી વ્યથીત થઈને નવા મશીનના નિર્માણ માટે કામ હાથ ધરવામાં આવ્યું હતું.
છેલ્લા છ મહિનાથી આ દિશામાં દોડધામ તથા સંશોધન અને વિવિધ પ્રયોગો કર્યાના અંતે હવાથી ચાલતું સ્ક્રીન પ્રિન્ટિંગ મશીન બનાવવામાં સફળતા મેળવી હતી. તેણે કહ્યું હતું કે, સામાન્ય રીતે આવાં પ્રકારનું મશીન ચીન તથા જાપાનથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે, જેની કિંમત કુલ 8 લાખ રૂપિયા જેટલી હોય છે.
આ મશીન માત્ર 35,000 રૂપિયામાં જ તૈયાર થયું છે. આની પાછળ તેનો મુખ્ય ધ્યેય આર્થિક ઉપાર્જન નહિ પણ દરેક લોકોને મદદરુપ થવાનો રહેલો છે. આ વિષયના જાણકાર ન હોય અથવા તો દિવ્યાંગ હોય, તએવાં લોકો પણ આનો ઉપયોગ કરીને લગ્ન કંકોત્રી, પેમ્પલેટ, વીઝીટીંગ કાર્ડ, ટીશર્ટ વગેરે બનાવીને પગભર થઈ શકે તેવાં ઉદેશની સાથે તેમણે આ નિર્માણ કર્યું હતું.
જયારે બીજી બાજુ મીકેનીઝમના અભાવે હાથેથી કરવામાં આવતા આ કામમાં કારીગરોને હાથ વાટે શરીરમાં જતા શારીરીક નુકસાન પહોંચતું હોવાને કારણે, તેમને પણ રોકવાના ધ્યેયને તેવો આ સર્જન થકી પામી શક્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પુરતો સામાન પણ નહોતો, અન્યોના સહયોગથી પુરુ થયું કાર્ય :
પ્રવીણભાઈએ જ્યારે ભારતમાં ઘર આંગણે આવું મશીન કેમ ન બની શકે ? તે પ્રશ્ન ઉદભવતાં આની માટેનું કાર્ય આરંભ્યું ત્યારે પુરતા સંશાધનો તેમની પાસે ઉપલબ્ધ નહોતા. જેને કારણે તેમણે ન માત્ર પોતાની બધી બચત આ સંશોધન પાછળ ખર્ચી કાઢી પરંતુ મીત્રો તથા સહબંધુ વ્યવસાયીઓની મદદ લઈને તેમના ઓજારો માંગીને આ મશીનનું નિર્માણ કાર્ય ચાલુ રાખ્યું હતું.
પોતે 10 માં ધોરણમાં 5 વખત ફેઈલ થઈ ગયા હોવા છતાં અન્ય લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે શરૂઆત કરેલ યજ્ઞને પુર્ણ કરવામાં આવ્યું હતું. આ મશીનનું નામ તેમણે ડિસ્કો વર્ષ 2020 તેમજ વ્યવસ્થાનું નામ તેમની દીકરીનાં નામે દિશા રાખ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle