એવો તો શું ગુનો કર્યો કે દલિત યુવાનોને ગામ લોકોએ માર્યો ઢોર માર- પોલીસે ત્રણ લોકોની કરી ધરપકડ

લાતેહારના બરવાડીહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ખુરા પંચાયતના લંકા ગામે રવિવારે એક વિચરતી દલિત પરિવારના બે યુવકોને માર મારવાના મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા યુવકને માર મારવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.

એસડીપીઓ દિલુ લોહરાએ જણાવ્યું હતું કે, યુવકોને માર મારવાના આરોપી અમરીશ રામ, પિન્ટુ સિંહ અને રવિન્દ્ર રામની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાયામાં આવ્યા છે. એસડીપીઓએ જણાવ્યું હતું કે, શનિવારે દલિત પરિવારના સભ્યોએ દારૂ પીવાને લઈને નજીક માં રહેતો એક વ્યક્તિને માર માર્યો હતો. પોલીસને આ અંગેની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો અને બંને પક્ષને પોલીસ મથકે બોલાવ્યા હતા.

રવિવારે આ આખી ઘટના અંગે એક વિચરતી દલિત પરિવારના બે યુવકોને અમરીશ રામ, પિન્ટુ સિંહ અને રવિન્દ્ર રામ દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી, રવિવારે સવારે લગભગ 10 વાગ્યે દલિત પરિવારે લંકામાં બાંધેલી તેમની ઝૂંપડું સળગાવી પલામુના ચાંદો જવા માટે ભાગી ગયા હતા. બાતમી મળતાની સાથે જ પોલીસે માર મારતા ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *