જુનાગઢ: ભેજાબાજ લોકો શિકાર શોધવા માટે લોભની જાળ બનાવતા હોય છે. આવી લાલચુ જાળમાં ફસાઈને તેમને ખુદને જ નુકશાની ખમવાનો વારો આવતો હોય છે. આવી જ એક ઘટનાનો શિકાર જૂનાગઢનો યુવક બન્યો છે. યુવક પોતાની પાસે રહેલા કાળા નાણાને સફેદ કરવા માટે નીકળ્યો હતો. પરંતુ તેમનું ઉલટું જ થયું નાણા સફેદ થવાની જગ્યાએ નાણા જ ગાયબ થઇ ગયા હતા. યુવકે રૂપિયા 20.55 લાખ ખોવાનો વારો આવ્યો હતો.
ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, જુનાગઢના કોટડા ગામના ચેતન નામના એક યુવકને ૨ શખ્સો દ્વારા એવી લાલચ આપવામાં આવી હતી કે તેમના કાળા નાણા સફેદ કરી આપશે અને સાથે કહ્યું હતું કે તે આ પૈસા પર 5% કમીશન આપશે અને જીએસટી બીલ પણ આપશે.
ત્યારબાદ 1 જુલાઈના રોજ યુવકને કરણ નામેરી અને નરેન્દ્ર નામના બે વ્યક્તિએ જૂનાગઢથી તેમની પાસેથી રૂપિયા 20.55 લાખ લઈ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે બોલાવ્યો હતો. લાલચમાં આવીને યુવકે કાળા નાણા ધોળા કરવા માટે વઢવાણ ખાતે પહોચી ગયો હતો અને ત્યાં તો તેમના નાણા ધોળા કરી આપવામાં આવશે તે એક પ્રકારનું ષડયંત્ર નીકળ્યું.
કાળાનાણાંને ધોળા કરવાના ચક્કરમાં ફસાયેલા યુવકે આ શખ્સોને નાણા આપતા ધોળા નાણા થવાને બદલે નાણા ગુમાવવા પડ્યા હતા. આ સમગ્ર ઘટનાને સમજતા ચેતનભાઈ ચોંકી ગયા હતા અને તેમને લાગ્યું કે આ શખ્સો તેમના નાણા ઓળવી ગયા. ત્યારબાદ યુવકે પોલીસને જાન કરતા વઢવાણ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને જયારે મુખ્ય સુત્રધારની શોધખોળ પોલીસ દ્વારા ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.