સુરતના કતારગામ વિસ્તારમાં ઘોર નિંદ્રામાં સુતા હતા ઘરના સભ્યો અને ચોરી થયા લાખોના દાગીના

સમગ્ર રાજ્યમાં અવાર-નવાર ચોરીની ઘટનાનો સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ ફરીએક વખત સુરતમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામમાં સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં આવેલ અક્ષરદીપ સોસાયટીમાં લાખોના સોના ચાંદી ના દાગીનાની ચોરી થઈ હોવાની ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

સુરતના કતારગામમાં સિંગણપોર ચાર રસ્તા વિસ્તારમાં આવેલ અક્ષરદીપ સોસાયટીમાં રાત્રિ દરમિયાન એક મકાનમાં ઘુસેલા તસ્કરે સોનાના ઘરેણાં અને રોકડા મળીને લગભગ પાંચેક લાખ રૂપિયાની ચોરી કરી ગયા છે. ચોરીમાં 25 તોલા સોનાના ઘરેણાં ચોરાયા છે. આ દાગીના 4.86 લાખના હોવાનું જાણવા મળી રહ્યું છે.

સિંગણપોર ચાર રસ્તા પાસે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા નીલેશ માધવજી કાનાણીના ઘરમાંથી ગતરાત્રીના રોજ પરિવાર ઘોર નિદ્રા માણી રહ્યો હતો તે દરમ્યાન તસ્કરો ઘરમાં ઘૂસીને 4.86 લાખના દાગીનાની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. નીલેશ માધવજી કાનાણી વ્યવસાયે એમ્બ્રોયડરી મશીન ચલાવી રહ્યા છે. નીલેશ માધવજી કાનાણી ના જણાવ્યા અનુસાર, ગતરાત્રિ દરમિયાન તસ્કરે બારીમાંથી બેડરૂમમાં આવીને કબાટની તિજોરી ખોલીને ચોરી કરી હતી.

નીલેશ માધવજી કાનાણી ના પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગતરાત્રિ દરમિયાન તસ્કર સોનાનું ડોકિયુ,સોનાના બે મંગળસૂત્ર,સોનાની બંગડી, સોનાની ચેન, સોનાની ત્રણ બુટ્ટીઓ, સોનાની વીટી,સોનાનું બ્રેસલેટ,સોનાનો હાર, મળીને આશરે 25 તોલા સોનાના ઘરેણાં, તેમજ ચાંદીના ઘરેણાં અને રોકડા 3 હજાર રૂપિયાની ચોરી કરીને ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *