છેલ્લા કેટલા સમયથી આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના સોપોરમાં CRPFની પાર્ટી પર આતંકી હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ હુમલામાં 1 જવાન શહીદ થયા છે અને 3 જવાન ઘાયલ થયા છે. આ હુમલામાં એક સ્થાનિક નાગરિકનું પણ મોત થયું છે. પોલીસે પણ જવાન ઘાયલ થયા હોવાનો ખુલાસો કર્યો છે, જોકે તેમણે પણ કોઈ સંખ્યા જણાવી નથી. હાલ સેનાએ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફૉર્સની પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફ 179 બટાલિયનનાં 1 જવાન શહીદ થયો છે અને 2 જવાન ઘાયલ થયા છે, જ્યારે એક નાગરિકનું મોત થયું હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે.
Terrorists attacked a naka party at Model town in Sopore. Injuries to some Central Reserve Police Force (CRPF) jawans and a civilian reported. Area cordoned off and search operation started: Dilbag Singh, DGP Jammu & Kashmir Police (file pic) https://t.co/uAVm7DG5Bu pic.twitter.com/ZhwoZ5tLUy
— ANI (@ANI) July 1, 2020
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે. તેમાં CRPF 179 બટાલિયનનો જવાન શહીદ થયો છે, જ્યારે ગોળી વાગવાથી એક નાગરિકનું પણ મોત થયું છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ઘાત લગાવીને પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો છે.
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, બુધવાર સવારે CRPFની એક પાર્ટી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન રેબન વિસ્તારમાં CRPF પાર્ટી પર અચાનક ફાયરિંગ થવા લાગ્યું. ભારતીય જવાનો પણ વળતો જવાબ આપી રહ્યા છે. અત્યાર સુધી 1 જવાનો શહીદ થયાના અહેવાલ મળી રહ્યા છે. સુરક્ષાદળોની વધારાની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
Police rescued a 3-year-old boy from getting hit by bullets during the terrorist attack in Sopore: Jammu & Kashmir Police https://t.co/T5hGdXkRAs pic.twitter.com/JaoSjrzsOD
— ANI (@ANI) July 1, 2020
ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, આજે સવારે સીઆરપીએફની એક ટુકડી પેટ્રોલિંગ પર નીકળી હતી. રેબન વિસ્તારમાં સીઆરપીએફની પાર્ટી પર ફાયરિંગ થયું. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 4 જવાન ઘાયલ થયા અને એક નાગરિક પણ ઈજાગ્રસ્ત થયો. સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે. સિક્યુરિટી ફોર્સ પર હુમલાની 6 દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલાં શુક્રવારે અનંતનાગના બિજબેહડામાં CRPFની પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં એક જવાન શહીદ થયા હતા અને એક 5 વર્ષના બાળકનું મોત થયું હતું.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના એન્કાઉન્ટરના અહેવાલો સામાન્ય છે. દરરોજ સુરક્ષા દળ આતંકવાદીઓને નિશાન બનાવતા રહે છે, પરંતુ આજે ખીણમાંથી એન્કાઉન્ટર સ્થળની ખૂબ જ દર્દનાક તસવીર બહાર આવી છે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ પાર્ટી પર બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો બજાર વિસ્તારમાં કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફ 179 બટાલિયનના બે જવાનો શહીદ થયા હતા, જ્યારે એક સૈનિક ઘાયલ થયો હતો.
#WATCH Jammu & Kashmir Police console a 3-year-old child after they rescued him during a terrorist attack in Sopore, take him to his mother. The child was sitting beside his dead relative during the attack. pic.twitter.com/znuGKizACh
— ANI (@ANI) July 1, 2020
આ ફાયરિંગમાં બે નાગરિકોના મોત પણ થયા છે. તેમાંથી, એક નાગરિક 60 વર્ષનો હતો. તેનું ચિત્ર દ્રશ્ય પરથી બહાર આવ્યું છે. લાશ જમીન પર પડેલી છે, કપડા લોહીથી રંગાયેલા છે અને મૃત વ્યક્તિનો 3 વર્ષનો પૌત્ર પણ છે.
આ ઘટનામાંથી જે તસવીર બહાર આવી છે તે ચિત્રમાં, આ નિર્દોષ તેના દાદાના મૃતદેહ પર એવી રીતે બેઠો છે કે કદાચ તે તેના ખોળામાં રમશે. પરંતુ દાદાનું શરીર ગોળીઓથી ભરેલું હતું અને તેના કપડાં લોહીથી લથબથ હતા. તે હવે પોતાના પૌત્રને ખોળામાં રાખી શકતો ન હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news