ગુજરાત(Gujarat): ઓગસ્ટમા આસમાની સપાટીએ પહોંચી ગયેલા તેલના ભાવ હવે ફરી એકવખત નીચે આવી રહ્યાં છે. બે દિવસ અગાઉની જ જો વાત કરવામાં આવે તો સિંગતેલ(Singtel), કપાસિયા તેલ(Cottonseed oil) અને પામોલિન તેલ(Palmoline oil)માં ભાવ ઘટાડા બાદ ફરી એક વખત ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે શુક્રવારના રોજ રાજકોટ(Rajkot)માં પામતેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ પામતેલનો ડબ્બો 1690 રૂપિયાએ પહોંચી ગયો છે.
વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થઈ ચુક્યો છે. મલેશિયા અને ઈન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના કારણે અને પામ તેલના માંગમાં ઘટાડો થવાને કારણે પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. માર્કેટના તજજ્ઞો કહી રહ્યા છે કે, હજુ પણ આગામી દિવસોમાં પામ તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
બીજી બાજુ માર્કેટમાં મોંઘવારીનો કકળાટ બાદ છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. બે દિવસ અગાઉ ખાદ્યતેલમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો થયો હતો. સિંગતેલમાં 15 રૂપિયા, કપાસિયા તેલ અને પામોલીન તેલમાં 20-20 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
હજુ પણ ઘટી શકે છે ખાદ્યતેલના ભાવ:
હજુ પણ આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં હજુ ઘટાડો થવાની વેપારીઓને આશા છે. જો ખાદ્યતેલના ભાવ ઘટશે તો લોકોના વપરાશમાં પણ વધારો થશે. હાલમાં તો ભાવ વધારાને કારણે લોકો ખાદ્યતેલ ખરીદી પર પણ કાપ મૂકી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.