ત્રણ-ત્રણ સંતાનોને નોંધારા મૂકી રાજકોટમાં માતા-પિતાએ એક સાથે ટુકાવ્યું જીવન- ધ્રુજાવી દેશે સમગ્ર ઘટના

રાજકોટ(Rajkot): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું…

રાજકોટ(Rajkot): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં આપઘાત કરવો એ તો જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવો જ વધુ એક કિસ્સો રાજકોટ જિલ્લાના જેતપુર(Jetpur) પાસેથી સામે આવ્યો છે. અમરેલી (Amreli)ના વડીયા (Vadiya)ના પરિણીત પ્રેમી પંખીડાઓએ સમાજ એક નહીં થવા દે તેના ડરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, થાણાગાલોળ ગામની સીમમાં સુરવો ડેમના કાંઠેથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ સમગ્ર મામલાની જાણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પોલીસને થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બંને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં બંને છેલ્લા કેટલાય સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનું ખુલ્યું છે. તો સાથે જ બંને પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ બંનેને લગ્ન જીવન દરમિયાન સંતાનો પણ હોવાનો ખુલાસો થયો છે.  યુવકનું નામ શૈલેષ વિઠ્ઠલભાઈ મકવાણા તેમજ યુવતીનું નામ જ્યોત્સના ઉર્ફે કિંજલ મનસુખભાઈ મકવાણા હોવાનું ખુલ્યું છે. સમગ્ર મામલાની જાણ પરિવારજનોને થતા તાત્કાલિક અસરથી બંને મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, મૃતક યુવાનને સંતાનમાં એક દીકરી છે. જ્યારે મૃતક યુવતીને સંતાનમાં બે દીકરા છે. આમ બંનેની મોતના કારણે એક દીકરીએ પોતાનો બાપ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે બે દીકરાઓએ પોતાની માતાને ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક શૈલેશ રાજકોટ નજીક શાપર વેરાવળમાં નોકરી કરતો હતો. બંનેને ડર હતો કે પોતે એક જ જ્ઞાતિમાંથી આવતા હોવાથી સમાજ બંનેને એક થવા નહીં દે. જેના કારણે બંને સાથે જ મરવાનો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *