તંત્રની લોલમલોલ: ખરાબ રોડ અને ખાડાને લીધે રાજ્યમાં સર્જાયેલ અકસ્માતમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ

હાલમાં શરમથી માથું ઝુકી જાય એવા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદને લીધે ખરાબ થઈ ગયેલ માર્ગ તથા ખાડાઓને લીધે છેલ્લા 3 વર્ષમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. આની ઉપરાંત આ રસ્તાના રીપેરિંગ તથા ખાડા પુરવાની ગ્રાન્ટ ન વપરાતા તંત્રની ઉદાસીનતા વિરુદ્ધ પણ પ્રશ્નો ઉભા થયાં છે.

માર્ગ પરિવહન મંત્રાલયના રીપોર્ટ મુજબ રાજ્યમાં નેશનલ હાઈવેની જાળવણી માટે 3 વર્ષના સમયગાળામાં કુલ 366.81 કરોડની ફાળવણી કરી દેવામાં આવી હતી, જો કે, તેમાંથી કુલ 270 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે 96.11 કરોડ જેટલી રકમ વણવપરાયેલી રહી હતી.

માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં થયો ખુલાસો:
બીજી બાજુ ને.હા. સહિતના માર્ગ પર ખાડાઓને લીધે રાજ્યમાં વર્ષ 2017-’19માં કુલ 558 અકસ્માત સર્જાયા છે, જેનાં પૈકી 234 લોકોનાં મોત નીપજ્યા હતા. આની ઉપરાંત કુલ 548 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટ મુજબ ખાડાઓને લીધે વર્ષ 2017માં કુલ 552 અકસ્માતની ઘટના નોંધાઈ હતી જયારે જેમાં 228 લોકોના મોત નીપજ્યા છે.

રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોંપાય છે
જો કે, ત્યારબાદ ખાડાઓ રિપેર થઈ જતાં અકસ્માતોની વણઝાર જાણે એકદમ ઓછી થઈ હોય તેમ વર્ષ 2018માં ખાડાઓને લીધે અકસ્માતમાં એકનું મોત પણ થયું હતું. વર્ષ 2019માં 5 અકસ્માત સર્જાયા હતા કે, જેમાં 5ના મોત અને એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. હાઈવે પર રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *