ભગવાન તો બધા માટે સરખા જ હોય છે અને ભગવાન માટે બધા માનવીઓ પણ સરખા જ હોય છે. તો પછી એવું કેમ? શા માટે પુરુષો ને આ મંદિરમાં પ્રવેશ નથી મળતો. તો ચાલો તમને જણાવીએ… મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હોય તેવું અનેકવાર સાંભળવામાં આવ્યું હશે. પરંતુ ભારતમાં એવા મંદિર પણ છે જ્યાં પુરુષોને પ્રવેશ કરવાની મનાઈ છે.
આ મંદિર આવેલું છે કેરળના તિરુવનંતપુરમમાં, જ્યાં દેવી પાર્વતીના મંદિરમાં માત્ર મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે. આ મંદિર નારી સબરીમલા તરીકે પણ પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરના દર્શનાર્થે અંદાજે 30 લાખથી વધુ મહિલાઓ આવે છે. રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે બ્રહ્માજીનું એક માત્ર મંદિર. આ મંદિરના ગર્ભગૃહમાં પણ વિવાહીત પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. માનવામાં આવે છે કે દેવી સરસ્વતીના શ્રાપના કારણે વિવાહીત પુરુષોને મંદિરમાં જવા દેવામાં નથી આવતાં.
કેરળના અલાપુઝા જિલ્લામાં આવું જ એક મંદિર આવેલું છે જ્યાં માત્ર મહિલાઓને જ પ્રવેશ મળે છે. દર વર્ષે પોંગલનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં માત્ર મહિલાઓ જ ભાગ લે છે. આ ઉજવણી એક સપ્તાહ સુધી ચાલે છે. આ તહેવારને નારી પૂજા પણ કહેવાય છે. તમિલનાડૂનું દેવી કન્યાકુમારી મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે. દેવી ભગવતીના આ સ્વરૂપને સંન્યાસની દેવી તરીકે પણ ઓળખાય છે. એટલા માટે જ આ મંદિરના ગર્ભગૃહમાં વિવાહિત પુરુષોને પ્રવેશ કરવા દેવામાં નથી આવતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP