દિલ્હીમાં મતદાન સમયે બબાલ: AAP અને BJPના કાર્યકરો મારામારી પર ઉતર્યા, જુઓ વિડીયો

Delhi Election 2025: દિલ્હીના સલીમપુરમાં બોગસ વોટીંગના આરોપને લઈને જબરજસ્ત હંગામા થયો છે. સલીમપુરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ (Delhi Election 2025) વચ્ચે ઝડપ થઈ હતી. ભાજપના નેતાઓના અનુસાર એવા ઘણા મામલાઓ સામે આવ્યા છે, જેમાં બુરખો પહેરેલી મહિલાઓએ મતદાન કેન્દ્રો પર કથીત તે રીતે બોગસ વોટીંગ કર્યું છે. ભાજપના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં હેરાફેરી કરવામાં આવી રહી છે.

ભાજપે ચૂંટણી આયોગ પાસે કાર્યવાહી કરવા રજૂઆત કરી
BJPએ ચૂંટણી આયોગની ફરિયાદ કરી હતી કે અહીંયા બોગસ વોટીંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદાન અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે હજુ સુધીમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના અમારા ધ્યાને આવી નથી. અધિકારીઓએ પણ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
જાણકારી અનુસાર સલીમપુરમાં બીજેપી આરોપ લગાવ્યો છે કે બુરખામાં કેટલીક મહિલાઓ બોગસ વોટીંગ કરી રહી છે. તે વાતને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. એકબીજા વિરુદ્ધ નારે બાજી કરી રહ્યા હતા. પોલીસે બંને પાર્ટીઓના કાર્યકર્તાઓને ત્યાંથી હટાવ્યા છે.

દિલ્હી પોલીસનું નિવેદન આવ્યું સામે
દિલ્હી પોલીસનું કહેવું છે કે સવારે લગભગ 12:00 વાગ્યે આર્યન પબ્લિક સ્કૂલ, જાફરાબાદ મતદાન કેન્દ્ર પર સલીમપુર વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવારએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ બોગસ વોટીંગનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે કાર્યવાહી કરતા અમે બંને પક્ષોના સમર્થકોને ત્યાંથી દૂર લઈ ગયા છીએ. હજુ સુધી કોઈ પણ પક્ષ તરફથી પોલીસને કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી.

સૌરભ ભારદ્વાજે પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
તેમજ ગ્રેટર કૈલાશ વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સૌરભ ભારદ્વાજ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર લોકોને વોટિંગ કરવાથી રોકી રહી છે. તેમણે કહ્યું હતું કે પોલીસવાળા સવારથી જ મતદાન પર અસર કરી રહ્યા છે. તેઓએ બેરીકેડ શા માટે લગાવ્યા છે? દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ તેમને બેરીકેટ લગાવવા માટે કહ્યું છે? આ તમામ લોકો મતદાતાઓને હેરાન કરી રહ્યા છે.

એસએસપી અને એસએચઓ પર લગાવ્યો ગંભીર આરો
સૌરભ ભારદ્વાજે કહ્યું કે આમ આદમી પાર્ટીના જ્યાં વધારે મતદાતા છે, તેવા માલવીય નગરના એસીપી અને એસએચઓ સરેઆમ લોકોને હેરાન કરી રહ્યા છે. એસએચઓએ ગઈકાલે રાત્રે અમારા પ્રાઇવેટ સ્થળો પર રેડ કરી હતી. દિલ્હીના તમામ મતદાન કેન્દ્ર પર પોલીસ આવું જ કરી રહી છે. લોકો મેટ્રો હોવા છતાં મતદાન કેન્દ્ર સુધી પહોંચી શકતા નથી.