New Rule From 1 January 2025: આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે. આવતીકાલથી નવા વર્ષનો આરંભ થવાનો છે. પણ આ સાથે જ તમને જણાવી દઈએ કે 1 જાન્યુઆરી, 2025થી (New Rule From 1 January 2025) દેશમાં અનેક્ સેક્ટર્સમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે. સામાન્ય માનવીના વપરાશ પર તેની સીધી અસર પણ જોવા મળી શકે છે. આવો, આ વિષે વિગતે વાત કરીએ.
એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર
સરકાર દ્વારા દર મહિને એલપીજી સિલેન્ડરનાં ભાવમાં વધઘટ કરવામાં આવતી હોય છે. આ એક એવી વસ્તુ છે જે દરેક સામાન્ય લોકોના જીવનમાં આવશ્યક હોય છે. 1 જાન્યુઆરી, 2025ના રોજ તેની કિંમતોમાં ફેરફાર થવાની સંભાવના છે. 14 કિલોના ઘરગથ્થુ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર હતી, પરંતુ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.
કારના ભાવ, વાહનોનાં વીમા પોલિસીમાં ફેરફાર
1 જાન્યુઆરી, 2025ના વર્ષથી કારની ખરીદી માટે વધુ ખર્ચ ભોગવવો પડી શકે છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને BMW જેવી મોટી ઓટો કંપનીઓ વાહનોના ભાવમાં 3 ટકા સુધીનો વધારો થવાનો છે. એટલું જ નહીં 1 જાન્યુઆરીથી વાહનોની વીમા પોલિસીમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. નવા નિયમો હેઠળ હવે જૂના વાહનો માટે વીમો ખરીદવો મોંઘો પડશે.
જીએસટી નિયમમાં ફેરફાર
તમને જણાવી દઈએ કે જીએસટીમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. 1 જાન્યુઆરી, 2025થી કડક જીએસટીના અનુપાલન નિયમોનો સામનો કરવો પડશે, મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) હવે ફરજિયાત કરવામાં આવશે.
પેન્શનમાં ફેરફાર
1 જાન્યુઆરી 2025થી EPFOએ પેન્શનરો માટે નિયમોને સરળ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. શકવાની સવલત આપવામાં આવી છે, અને એ પણ કોઈપણ પ્રકારના વધારાના વેરિફિકેશન વગર જ. EPFO હેઠળ નોંધાયેલા કર્મચારીઓ માટે સરકાર ATM કાર્ડની સુવિધા પણ બહુ જ જલ્દી શરૂ કરી શકે છે.
બેન્કિંગ સેક્ટરમાં થનાર ફેરફાર
1 જાન્યુઆરી 2025થી બેંક ગ્રાહકોએ કેટલાક ફેરફારો (1st January New Rules)ની નોંધ કરવી જોઈએ. નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (NBFCs) અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ (HFCs) માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમો નવા વર્ષમાં બદલાશે. આવનાર વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કુલ 15 દિવસ બેંકો બંધ રહેવાની છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, મની ટ્રાન્સફર અને ચેક ક્લિયરન્સની પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફારો થતાં હોઈ તેમાં પણ સમય લાગી શકે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર
1 જાન્યુઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ફેરફાર થશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં થતાં ફેરફારની સીધી અસર સામાન્ય વ્યક્તિનાં પોકેટ પર થતી હોય છે. નવા વર્ષે ભાવ વધશે તો વ્યક્તિનાં ખર્ચ પર [ન અસર થઈ શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App