બોલિવુડની આ 7 ધમાકેદાર ફિલ્મ 2025માં થશે રીલીઝ; બોક્સ ઓફિસની રેસ બનશે રોમાંચક, જુઓ લીસ્ટ

2025 Films: વર્ષ 2025 બોલિવૂડ ફેન્સ માટે ખાસ રહેવાનું છે, કારણ કે આ વર્ષે ઘણી મોટી ફિલ્મોની સિક્વલ રિલીઝ થવાની છે. એક તરફ એક્શન, રોમાન્સ અને કોમેડીથી જોરદાર હશે તો બીજી તરફ આ ફિલ્મોના નવા ટ્વિસ્ટ અને રસપ્રદ વાર્તાઓ દર્શકોને આશ્ચર્યચકિત (2025 Films) કરી શકે છે. ત્યારે ચાલો જાણીએ શું Raid 2 માં અજય દેવગનની એક્શન પહેલા કરતા પણ સારી હશે? જોલી એલએલબી 3માં ફરી હાસ્યનું તોફાન આવશે? આ પ્રશ્નોના જવાબો ફક્ત થિયેટરોમાં જ મળશે. આ સિક્વલ્સ સાથે, 2025 બોલિવૂડનું સૌથી વિસ્ફોટક વર્ષ બની શકે છે.

રેડ 2 (Raid 2)
અજય દેવગનની સુપરહિટ ફિલ્મ Raidનો બીજો ભાગ 1 મે, 2025ના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે. પહેલા ભાગમાં અજયે ઈમાનદાર ઈન્કમટેક્સ ઓફિસરની ભૂમિકા ભજવી હતી અને આ વખતે પણ વાર્તામાં જબરદસ્ત એક્શન અને ડ્રામા જોવા મળશે. દર્શકોને ફરી આશા છે કે આ ફિલ્મ પણ પહેલા કરતા વધુ રોમાંચક હશે.

જોલી એલએલબી 3
અક્ષય કુમાર અને અરશદ વારસીની જોડી એપ્રિલ 2025માં રિલીઝ થનારી ફિલ્મ “જોલી એલએલબી 3″માં ફરી એકવાર જોવા મળશે. આ ફિલ્મ કોમેડી અને કોર્ટરૂમ ડ્રામાનું શાનદાર મિશ્રણ હશે. બંને વચ્ચે રમુજી મશ્કરી દર્શકોને ખૂબ હસાવી શકે છે. ફિલ્મની વાર્તા અને પાત્રો પહેલા કરતા વધુ રસપ્રદ હશે.

હાઉસફુલ 5
“હાઉસફુલ 5”, હાઉસફુલ ફિલ્મ સિરીઝનો આગામી ભાગ, 6 જૂન, 2025ના રોજ રિલીઝ થશે. પહેલાની જેમ આ ફિલ્મ પણ દર્શકોને હાસ્યનો પૂરો ડોઝ આપશે. આ ફિલ્મમાં તમામ જૂના સ્ટાર્સ અને નવા કપલ એકસાથે જોવા મળશે, જેના કારણે દર્શકો વધુ એન્જોય કરવાના છે.

વોર 2
વોર સિરીઝની આગામી ફિલ્મ “વોર 2”, 14 ઓગસ્ટ 2025ના રોજ રીલિઝ થવાની છે. હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની આ એક્શનથી ભરપૂર ફિલ્મ પહેલા કરતા વધુ મોટા એક્શન સીન્સ અને રોમાંચથી ભરપૂર હશે. ફિલ્મની વાર્તા વધુ રોમાંચક હશે, જે દર્શકોને જકડી રાખશે.

વેલકમ ટુ ધ જંગલ
વેલકમ સીરિઝની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 2025માં રિલીઝ થશે. ફિલ્મમાં મજેદાર કોમેડી અને એક્શન હશે અને દર્શકો તેને જોવા માટે ઉત્સાહિત છે. આ ફિલ્મ જૂના વેલકમના તમામ ચાહકોને ફરીથી હાસ્યનો ડોઝ આપશે.

સન ઑફ સરદાર 2
“સન ઑફ સરદાર 2” પણ 2025માં રિલીઝ થવા જઈ રહી છે, જેમાં અજય દેવગન ફરીથી વિસ્ફોટક ઍક્શન અને પંજાબી તડકા લઈને આવી રહ્યો છે. ફિલ્મનો પહેલો ભાગ પણ ઘણો હિટ રહ્યો હતો અને હવે તેના બીજા ભાગમાં પણ વધુ એક્શન અને મસ્તી જોવા મળશે.

દે દે પ્યાર દે 2
દે દે પ્યાર દેનો બીજો ભાગ પણ 1 મે, 2025ના રોજ રિલીઝ થશે. અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની આ ફિલ્મ રોમેન્ટિક અને કોમેડીનું પરફેક્ટ મિશ્રણ હશે. આ ફિલ્મમાં સંબંધોની નવી કહાની જોવા મળશે, જે દર્શકોને ગમશે.